રાજકોટમાં કોરોનાના નવા 26 કેસ, જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 1 હજારને પાર
રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 639 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસોની સંખ્યા 326 છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ શહેરમાં રવિવારે સાંજે 5 કલાકથી આજે બપોરે 12 કલાક સુધીમાં કોરોના વાયરસના નવા 26 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. જો માત્ર રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 639 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસોની સંખ્યા 326 છે.
રાજકોટ જિલ્લામાં કોરોના કેસ 1 હજારને પાર
રાજકોટ શહેરમાં નવા 26 કેસ નોંધાયાની સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના કેસ મળીને એક હજારને પાર પહોંચી ગયા છે. આમ ગુજરાતમાં રાજકોટ પાંચમો જિલ્લો છે જ્યાં કોરોનાના કેસોની સંખ્યા એક હજારને પાર પહોંચી છે. આ પહેલા અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં એક હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાની સ્થિતિ
રાજકોટ જિલ્લામાં જો કોરોનાની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 1008 કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરમાં 639 અને ગ્રામ્યમાં 369 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે કુલ 20 લોકોના મૃત્યુ થયા છે. સારવાર દરમિયાન 409 દર્દીઓ રિકવર થયા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે