વલસાડમાં મેગા બ્લોક : જાણો કઈ ટ્રેન રદ થઈ અને કોનો રુટ બદલાયો?
વલસાડ રેલવે સ્ટેશન પર બની રહેલ ચોથા અને પાંચમા પ્લેટફોર્મ પર નોન ઈન્ટરલોકિંગના પગલે પશ્ચિમ રેલવેએ 28થી 30 ડિસેમ્બર સુધીનો મેગા બ્લોક જાહેર કર્યો છે. જેને પગલે કેટલીક ટ્રેન રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનોને અલગ અલગ સ્ટેશનથી શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. તો પશ્ચિમ રેલવે દ્વારા આ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ મેગા બ્લોકને કારણે અનેક મુસાફરો અટવાયા છે.
Trending Photos
વલસાડ : વલસાડ રેલવે સ્ટેશન પર બની રહેલ ચોથા અને પાંચમા પ્લેટફોર્મ પર નોન ઈન્ટરલોકિંગના પગલે પશ્ચિમ રેલવેએ 28થી 30 ડિસેમ્બર સુધીનો મેગા બ્લોક જાહેર કર્યો છે. જેને પગલે કેટલીક ટ્રેન રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનોને અલગ અલગ સ્ટેશનથી શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. તો પશ્ચિમ રેલવે દ્વારા આ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ મેગા બ્લોકને કારણે અનેક મુસાફરો અટવાયા છે.
5 ટ્રેનો તારીખ 28 થી 30 ડિસેમ્બર સુધી રદ
- 59084 સુરત - વિરાર પેસેન્જર
- 59050 વિરમગામ - વલસાડ પેસેન્જર
- 09072 વલસાડ - વાપી પેસેન્જર
- 59049 વલસાડ - વિરમગામ પેસેન્જર
- 09069 વાપી - સુરત પેસેન્જર
આંશિક રદ (રૂટ બદલાયેલ) ટ્રેનો
- 19034 અમદાવાદ - વલસાડ ગુજરાત કવીન્, બીલીમોરા સુધીજ ચાલશે
- 59024 વલસાડ - મુંબઇ ફાસ્ટ પેસેન્જર, વાપી થી શરૂ થશે
- 59046 વલસાડ - બાંદ્રા પેસેન્જર, વાપી થી શરૂ થશે
- 12944 કાનપુર - વલસાડ ઉદ્યોગકર્મી એક્સપ્રેસ, ઉધના સુધીજ ચાલશે
- 19033 વલસાડ - અમદાવાદ ગુજરાત કવીન્, બીલીમોરા થી શરૂ થશે
- 59023 મુંબઇ - વલસાડ ફાસ્ટ પેસેન્જર, વાપી સુધીજ ચાલશે
- 59039 વિરાર - વલસાડ પેસેન્જર, વાપી સુધીજ ચાલશે
- 19051 વલસાડ - મુઝફ્ફરપુર શ્રમિક એક્સપ્રેસ, ઉધનાથી શરૂ થશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે