ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને વરસાદથી તરબોળ કરશે

Monsoon Prediction: અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 9 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ તૂટી પડશે. આ સિવાય વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં દક્ષિણ ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદને લીધે નર્મદાનાં જળસ્તરમાં વધારો થશે.

ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને વરસાદથી તરબોળ કરશે

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. ગુજરાત માં 16થી 18 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાઈ છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદના વાદળો બંધાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અમદાવાદ સહિત વડોદરા, પંચમહાલ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરનાં અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં લીધે નર્મદાનાં જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તા. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સામાન્ય વરસાદની આગાહી છે. આમ, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. પહેલા દિવસે આણંદ અને પાટણ સિવાય તમામ જગ્યા પર વરસાદ રહેશે. બીજા દિવસે પાટણ અને બનાસકાંઠા સિવાય તમામ સ્થળે વરસાદ રહેશે. 

રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16-17-18ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 તારીખે વલસાડ અને દમણ,દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 

વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને માં દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદ ની કરવામાં આવી આગાહી

16 તારીખની આગાહી 
16 સપ્ટેબરે છોટા ઉદેપુર. નર્મદા. ડાંગ. વલસાડ. નવસારી. દમણ. દાદરા નગર ભારે વરસાદ

17 તારીખની આગાહી 
17 સપ્ટેમ્બર આનંદ. પંચમહાલ. દાહોદ. વડોદરા, તાપીમાં ભારે વરસાદ રહેશે. તો આ દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી. આ ઉપરાંત ભાવનગરમા ભારે વરસાદી માહોલ રહેશે.

18 સપ્ટેમ્બરની આગાહી
18 સપ્ટેમ્બરે આનંદ, વડોદરા. છોટા ઉદેપુર, ભરૂચ ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અતિભારે વરસાદ રહેશે. આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ છે. 

આ ઉપરાંત અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હાલ સુધી ગુજરાતમાં 98 ટકા વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમને લઇને વરસાદી માહોલ રહેશે. બાકીના દિવસમાં હળવાથી સમાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આમ, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ બની રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news