અમદાવાદ હાઇ પ્રોફાઇલ કેસમાં ચોંકાવનારો ખુલાસો, બહેનપણી જ નીકળી દુશ્મન, જાણો હકીકત
Trending Photos
અમદાવાદ : અમદાવાદના હાઇ પ્રોફાઇલ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાથી પરેશાન થઇ ઉઠેલી અધિકારીની પત્નીએ આ મામલે છેવટે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે, યુવતીને બદનામ કરવા એની એક બહેનપણીએ જ આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
મિત્રતાને નામે કલંક સમાન આ કિસ્સામાં પીડિત મહિલાએ છેવટે અમદાવાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ આ સમગ્ર પ્રકરણ મામલે બહેનપણી અને એના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આ અંગે ગંભીર આરોપ મુકતાં કહ્યું કે, મને ખબર નથી કે તેણીએ આવું કેમ કર્યું પરંતુ આ કારસ્તાન તેણી અને એના પતિએ જ કર્યું છે. તેનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી મને બદનામ કરી છે. તેણીનું કહેવું છે કે, મારા ભાઇને તેણીએ કહ્યું હતું કે, જો જો હું એને બદનામ કરી દઇશ એ ક્યાંયની પણ નહીં રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે