અમદાવાદનો એસજી હાઈવે થંભી ગયો, કાર અથડાયા બાદ હજારો વાહનચાલકો અટવાયા

Ahmedabad Traffic Jam : જો તમે હાલ કોઈ કામથી એસજી હાઈવેથી પસાર થવાના હોય તો માર્ગ બદલી દેજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો

અમદાવાદનો એસજી હાઈવે થંભી ગયો, કાર અથડાયા બાદ હજારો વાહનચાલકો અટવાયા

Ahmedabad Traffic Jam : અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર ફરી ટ્રાફિક જામ થયો છે. થલતેજ અંડરપાસમાં એક્સિડન્ટ થતા આજે સવારે ઓફિસ જવા નીકળેલા હજારો વાહનચાલકો અટવાયા છે. ગોતાથી પકવાન તરફની લાઈનમાં કાર અથડાઈ હતી. કાર અથડાવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી છે. હાલ ઝાયડસ ઓવરબ્રિજ સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

એસજી હાઈવે અમદાવાદનો પ્રાણ છે. આ હાઈવે ક્યારેય બંધ રહેતો નથી. દિવસરાત અહી ગાડીઓનો ધમધમાટ રહે છે. આવામાં જો અહી એક્સિડન્ટ કે કોઈ બનાવ બને તો હજારો વાહનો થંભી જાય છે. રોજ અનેક લોકો અમદાવાદ-ગાંધીનગર મુસાફરી કરતા હોય છે. ત્યારે અપડાઉન કરનારા લોકો અટવાય છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના બજેટમાં ખાસ વાત અમદાવાદની છે. ટ્રાફિકની સમસ્યા સામે ઝઝૂમી રહેલા અમદાવાદીઓને મુક્તિ મળે તેવી જાહેરાત બજેટમાં કરાઈ છે. અમદાવાદના એસજી હાઈવે સિક્સ લેન બનાવવામા આવશે. સાથે જ અમદાવાદ-બગોદરા હાઈવે પણ સિક્સ લેન બનાવવામા આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news