અંબાજી અકસ્માતઃ 'એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય, તો ખૂદ માતાજીને પણ શરમ લાગે કે...'

Ambaji Accident : અલાલીના અંબાજી જતા પદયાત્રીઓએ ગામમાંથી નીકળતા પહેલા છપાવેલી એક પત્રિકા વાયરલ થઈ છે. જે હાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. પત્રિકામાં લખેલ શબ્દો અકસ્માત થતા અક્ષર:સહ સાચી સાબિત થઈ છે.

અંબાજી અકસ્માતઃ 'એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય, તો ખૂદ માતાજીને પણ શરમ લાગે કે...'

પંચમહાલ: અરવલ્લીના માલપુર નજીક અંબાજી જતા પંચમહાલના પદયાત્રીઓના ગોઝારા અકસ્માત બાદ કાયદાકીય અને મેડિકલ પ્રોસીઝર પૂર્ણ કર્યા બાદ બંને યુવકોના મૃતદેહોને વતન અલાલી ખાતે લવાયા હતા. જ્યાં નીકળેલી સ્મશાન યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. હૈયાફાટ રુદન અને ભારે ગમગીનીના માહોલ વચ્ચે બંને યુવકોની અંતિમ વિધિ કરાઈ. પરંતુ સાથે જ એક પત્રિકા પણ આ સ્મશાન યાત્રામાં ચર્ચાનો વિષય બની હતી.

"ન જાણ્યું જાનકીનાથે ! કાલે શુ થવા નું છે " - આ ઉક્તિ ને ખોટી પાડતી હોય તેવી ઘટના અરવલ્લીના પદયાત્રીઓના ગોઝારા અકસ્માત બાદ જોવા મળી હતી. કાલોલના અલાલી ગામથી ગત 31-08-2022 ને બુધવારના રોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દર્શન માટે 120 જેટલા પદયાત્રીઓ સાથે સંઘ નીકળ્યો હતો. આ સંઘમાં જોડાવા આમંત્રણ આપતી પત્રિકા છપાવવામાં આવી હતી. જેમાં સમગ્ર રૂટની વિગત સાથે કેટલાક વાક્યો લખવામાં આવ્યા હતા. જે વાક્યો અકસ્માતની ગોઝારી ઘટના બાદ ભારે આશ્ચર્ય અને કુતુહલ તો સર્જી જ રહ્યા સાથે આ પત્રિકા સોસીયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. પત્રિકામાં લખેલ શબ્દો અક્ષર:સહ સાચા સાબિત થયા છે. પત્રિકામાં લખેલું હતું કે, એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય, તો ખૂદ માતાજીને પણ શરમ લાગે કે એની સોનેરી જિંદગી કેમ છીનવી લીધી.

No description available.

આ વાક્યો લખનાર બીજું કોઈ નહિ પરંતુ અરવલ્લીના માલપુર નજીક અકસ્માતમાં જે 6 લોકોના મૃત્યુ થયા છે તે પૈકી પંચમહાલના જે બે યુવકો મૃત્યુ પામ્યા છે, તે પંકજ અને પ્રકાશની જોડીએ જ લખ્યા હતા. જે મુજબ બંને મિત્રોએ પત્રિકા તૈયાર કરી હતી. તે જ મુજબ આ પગપાળા યાત્રા પ્રકાશ અને પંકજની અંતિમ યાત્રા બની રહી હતી. જો કે જ્યારે આ પત્રિકા વહેંચાઈ હતી. ત્યારે તો આ વાક્યોની ગંભીરતા કદાચ કોઈને ખ્યાલ નહિ આવી હોય. પરંતુ ગોઝારી ઘટનામાં પ્રકાશ અને પંકજના મોત થતા તેમને અગાઉથી જ ઈશ્વરીય અંદાજો મળી ગયો હોવા વાતે ભારે ચર્ચા પકડી છે અને તે વાત સાથે જ આ પત્રિકા ભારે વાયરલ થઈ રહી છે.

No description available.

અકસ્માતની ઘટનામાં કુલ 06 લોકોના મોત થયા છે,  જ્યારે 07 લોકો ઇજાગ્રસ્ત થતા સરકારે મૃતકોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર ની સહાય ની તાત્કાલિક જાહેરાત કરી હતી. પરંતુ પંચમહાલના જે પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે તેઓની હાલત ખૂબ જ ગંભીર છે અને સારવારનો લાખોમાં મોટો ખર્ચ હોય પરિવાર આ ખર્ચ ઉપાડવા સક્ષમ ન હોય સરકાર પાસે સારવારની માંગ પરિવારજનો કરી રહ્યા છે. ઇજાગ્રસ્તોની સારવાર માટે સરકાર દ્વારા વધુ સહાયની પણ પરિવારજનોની માંગણી છે. જો કે ઇજાગ્રસ્તોના મિત્ર વર્તુળ દ્વારા પણ સોસીયલ મીડિયામાં સારવાર માટે દાન મળી રહે તે હેતુ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

શું હતી અકસ્માતની વિગત?
અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. 5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

પૂર ઝડપે આવતી કારે પદયાત્રીઓને કચડ્યા
માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા ચાલકે મા અંબાના દ્વારે જતા પદયાત્રીઓને કચડયા હતા. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 પદયાત્રીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. તો પદયાત્રીઓ અકસ્માતમાં ઘાયલ થયા છે. પહેલા તમામ ઈજાગ્રસ્તોને માલપુર સીએચસી ખસેડાયા હતા, તેના બાદ ઘાયલ 9 લોકોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા હતા.


 
મૃતકોના નામ 

- જાદવ પંકજ રમણભાઈ, અલાલી ગામ
- પ્રકાશ રાઠોલ, અલાલી ગામ
- સંજય નરેશભાઈ તિલવાડ, વલુડી ગામ
- અપશીંગભાઈ બારિયા, ખીરખાઈ
- સુરેશભાઈ બામણિયા, ક્રિષ્ણાપુરા 
- એક અજાણ્યો વ્યક્તિ

કેવી રીતે થયો અકસ્માત
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઈનોવા ચાલક ગઈકાલે પુણેથી સતત ૨૦ કલાકથી કાર ચલાવતો હતો. તે પુણેથી ઉદેપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે કાર ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધ્યો હોત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news