કાર ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો, કારની તલાશી લેતાં કંઇક આવું મળી આવ્યું
આ અકસ્માત (Accident) માં મોટરસાઇકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે કાર ચાલક (Car Driver) ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો.
Trending Photos
જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: આણંદ (Anand) ના બોરસદ (Borsad) તાલુકાના કંકાપુરા (Kankapur) ગામ પાસે અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માત (Accident) માં કારચાલકે મોટરસાઇકલ ચાલકને ટક્કર માર્યા હોવાની વિગતો મળી છતી. મહત્વનું છે કે આ અકસ્માત (Accident) માં મોટરસાઇકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જોકે સમગ્ર ઘટનાને પગલે કાર ચાલક (Car Driver) ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો. કંકાપુરા (Kankapur) પાસે થયેલ અકસ્માત(Accident) ને લઇને લોકટોળા થયા હતા અને પોલીસ (Police) પણ પહોચી હતી. ત્યારે ટક્કર મારનાર કારની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારુ પણ મળી આવ્યો છે.
ત્યારે હવે આ ટક્કર મારનાર કાર ચાલક (Car Driver)ને પકડવા અને કારચાલક ક્યાંથી આવતો હતો અને ક્યાં જઇ રહ્યો હતો સાથે વિદેશી દારુ કોના પાસેથી અને કોના માટે લાવ્યો હતો તે દીશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે