ગોરધન ઝડફીયા પર હુમલો કરવાના ષડયંત્ર મામલે ATS દ્વારા મહારાષ્ટ્ર-કર્ણાટકમાંથી 4ની ધરપકડ કરી

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ભાજપના નેતા ગોરધન ઝડફીયા પર હુમલો કરવા આવેલા શાર્પશૂટર મામલે ગુજરાત ATS ની ટીમે 18 ઓગસ્ટની મધરાત્રે હોટલ વિનસમાં એક ઓપરેશન પાર પાડી શાર્પશુટરને ઝડપી લીધા હતા. ગુજરાત ATS એ આજે છોટા શકીલ ગેંગના વધારે ચાર શખ્સની અટકાયત કરી છે. મહારાષ્ટ્રમાં 3 અને કર્ણાટકમાં એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. હત્યાના ષડયંત્ર મામલે સંડોવણી બહાર આવતા ચારેય શખ્સની અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. રિલિફ રોડ પર આવેલી હોટલ વિનસમાંથી ઝડપાયેલ શાર્પ શૂટર ઇરફાન શેખની પુછપરછ દરમિયાન આ ચાર વ્યક્તિઓની સંડોવણી પણ બહાર આવી હતી.
ગોરધન ઝડફીયા પર હુમલો કરવાના ષડયંત્ર મામલે ATS દ્વારા મહારાષ્ટ્ર-કર્ણાટકમાંથી 4ની ધરપકડ કરી

અમદાવાદ: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ભાજપના નેતા ગોરધન ઝડફીયા પર હુમલો કરવા આવેલા શાર્પશૂટર મામલે ગુજરાત ATS ની ટીમે 18 ઓગસ્ટની મધરાત્રે હોટલ વિનસમાં એક ઓપરેશન પાર પાડી શાર્પશુટરને ઝડપી લીધા હતા. ગુજરાત ATS એ આજે છોટા શકીલ ગેંગના વધારે ચાર શખ્સની અટકાયત કરી છે. મહારાષ્ટ્રમાં 3 અને કર્ણાટકમાં એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. હત્યાના ષડયંત્ર મામલે સંડોવણી બહાર આવતા ચારેય શખ્સની અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. રિલિફ રોડ પર આવેલી હોટલ વિનસમાંથી ઝડપાયેલ શાર્પ શૂટર ઇરફાન શેખની પુછપરછ દરમિયાન આ ચાર વ્યક્તિઓની સંડોવણી પણ બહાર આવી હતી.

આરોપીઓની અમદાવાદ લાવ્યા બાદ તેમની પુછપરછમાં અનેક ખુલાસાઓ થઇ શકે છે. ગત્ત મંગળવારે એટીએસની ટીમે ગુજરાતમાં અંડરવર્લ્ડ સાથે કનેક્શનની એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પશટરને રિલિફ રોડ પરની હોટલ વિનસમાંતી ઝડપી પાડ્યો હતો. એટીએસને મધરાતે વિનસ હોટલમાં છુપાયેલા શાર્પશૂટર અંગે માહિતી મળતા ત્યાં દરોડા પાડ્યા હતા. 

જો કે ઇરફાને ફાયરિંગ કરતા રિલિફ રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. એટીએસની ટીમે ઇરફાન ઇલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઇના શાર્પશૂટરને ઝડપી લીધો હતો. ઇરફાનના વ્હોટ્સએપ ચેટમાંથી ખુલાસો થયો કે, એક અન્ય શૂટર પણ આવવાનો હતો. પોલીસે તેની તપાસ આદરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news