Rajkot : બગીચામાં મૃત મળ્યા 6 રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓ
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની દહેશત અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. રાજકોટ શહેર (rajkot) માં આજે 6 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં આ મૃત પક્ષીઓને બર્ડ ફ્લૂ (Bird Flu) ની આશંકા સેવવામાં આવી રહી છે. જેથી તેમના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા છે.
રાજકોટ જિલ્લા ગાર્ડન ખાતે આજે વહેલી સવારે 6 જેટલા રોઝી સ્ટાર્લિંગ નામના પક્ષીઓના મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે બર્ડ ફલૂ (bird flu virus) ના કારણે આ તમામ પક્ષીઓના મૃત્યુ થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. રાજકોટના એક ગાર્ડનમાં સવારે મૃત પક્ષીઓ દેખાયા હતા. ગાર્ડનમાં સવારે વોક કરવા આવેલ જાગૃત નાગરિકના નજરે આ પક્ષી ચઢ્યા હતા. તેમણે મૃત હાલતમાં પક્ષીને જોતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા એનિમલ હેલ્પલાઇન (animal helpline) ને જાણ કરવામાં આવી હતી. જેમાં પશુ ડોક્ટરે પક્ષીને મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે પંચનામું કરી પક્ષીઓને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ પક્ષીઓના મોતનું સાચું કારણ સામે આવશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ જિલ્લા ગાર્ડન ખાતે 2 પક્ષીના મોત થયા હતા અને આજે પણ 6 પક્ષીના મોતથી ભયનો માહોલ છવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે