વિશ્વમાં 'બાપા'નો ડંકો! પ્રમુખસ્વામી મહારાજની બબલરેપ પેઇન્ટિંગ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ

લંડનની 140 મહિલાઓ દ્વારા 6 મહિનાની મહેનત બાદ પ્રમુખસ્વામી મહારાજનું આ બબલ રેપ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં 7 વર્ષથી લઈને 75 વર્ષની મહિલાઓએ 6 મહિના સુધી સતત મહેનત કરી છે.

વિશ્વમાં 'બાપા'નો ડંકો! પ્રમુખસ્વામી મહારાજની બબલરેપ પેઇન્ટિંગ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ

મૌલિક ધામેચા/અમદાવાદ: વિશ્વના તમામ દેશોની નજર હાલ ગુજરાતના અમદાવાદ પર મંડરાયેલી છે, કારણ કે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી એક મહિનો અમદાવાદના ઓગણજ વિસ્તારમાં 600 એકર જમીનમાં શતાબ્દી મહોત્સવની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. લંડનની સિસ્ટર્સે પ્રમુખસ્વામી મહારાજનું સુંદર અને અદ્દભુત ચિત્ર તૈયાર કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની બબલ રેપ પેઇન્ટિંગને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે, આવો જાણીએ આ પેઇન્ટિંગની વિશેષતાઓ.

આ પેઇન્ટિંગમાં 320થી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે..
લંડનની 141 મહિલાઓ દ્વારા 6 મહિનાની મહેનત બાદ પ્રમુખસ્વામી મહારાજનું આ બબલ રેપ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં 7 વર્ષથી લઈને 75 વર્ષની મહિલાઓએ 6 મહિના સુધી સતત મહેનત કરી છે. આ પેઇન્ટિંગમાં 320 થી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી લગભગ 256 રંગોનો ઉપયોગ 'બાપા'નો ચહેરો તૈયાર કરવા માટે કરવામાં આવ્યો છે. 64 સ્કાયના અલગ અલગ શેડમાં ઉપયોગ લેવાયા છે.

No description available.

બબલ રેપમાં લિક્વિડ વોલ પેઇન્ટના વિવિધ રંગોનો ઉપયોગ કરીને ઇન્જેક્ટ કરવામાં આવ્યા છે. દરેક બબલ ક્રમિક રીતે ક્રમાંકિત અને અલગ રંગ સાથે ઇન્જેક્ટ કરવામાં આવ્યા છે. આ રીતે 8.50 લાખથી વધુ બબલ ભરવામાં આવ્યા છે અને આ માટે લગભગ 104 બબલ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ પેન્ટિંગ આઈટી પ્રોગ્રામ દ્વારા તૈયાર કરાયું અને બાદમાં પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવમાં લાવવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટ પાછળ યુકેની મહિલા સેવિકા દેવિકા પટેલની ટીમે છેલ્લા 6 મહિનાથી 141 જેટલી મહિલાઓના સેવા લઈ બબલ રેપ પેન્ટિંગ તૈયાર કર્યું છે.

મહત્વનું છે કે, રંગને એક સિરીંજની સાથે બબલરેપમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. પહેલા ઈન્જેક્ટ કરવું ખુબ જ મુશ્કેલ હતું, પણ મહિલા સેવિકાઓની ટીમે 5 ML ના ઈન્જેક્શનથી અલગ અલગ શેડ તૈયાર કર્યા અને બબલ રેપમાં ઈન્જેક્ટ કરી દોઢ મહિના સુધી સુકાવવા દઈને આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ મહિલા સેવિકાની ટીમનું માનીએ તો પ્રથમ વખત મોટો પ્રોગ્રામ બાપાના શતાબ્દી મહોત્સવ પહેલા પીએમ નરેન્દ્ર મોદીનું નાનકડું સ્ટ્રક્ચર તૈયાર કરી સ્વામીઓ સમક્ષ મુક્યું હતું. અને મહંત સ્વામીની પ્રેરણા અને તેમના સદ્દગુરુ સંતોના માર્ગદર્શનથી સરળતાથી બબલ રેપ પેન્ટિંગ બનાવવામાં આવ્યું.

No description available.

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ 15મી ડિસેમ્બરથી ઓગંજમાં પ્રારંભ થયો
ઓગણજમાં ગત 15મી ડિસેમ્બરથી પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે, જ્યારે તેની પૂર્વ સંધ્યાએ એટલે કે 14મી ડિસેમ્બરે આ પરમ સ્વામી મહારાજ નગરમાં હરિભક્તોએ દર્શન કર્યા હતા. મહંત સ્વામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ જન્મ શતાબ્દી મહોત્સવ એક મહિના સુધી ચાલતો હોવાથી, ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો, મહામૂર્તિ, નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવન પર જીવંત પ્રદર્શનો સહિત માણવા માટેના ઘણા અદ્ભુત આકર્ષણો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news