વિચારીને વિદેશ જવાનું સપનું જજો! વિઝા કન્સલ્ટન્સી 17 ઓફિસોમાં CIDના દરોડા, અનેક મોટા ખુલાસા
રાજ્યમાં બનાવટી દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવા માટેનું કૌભાંડ સીઆઇડી દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. CID એ 17 સ્થળો પર સર્ચ ઓપરેશન કરીને અનેક શંકાસ્પદ અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમે ગત સપ્તાહે રાજ્ય વ્યાપી વિઝા કૌભાંડ મામલે પાડવામાં આવેલા દરોડામાં અનેક ખુલાસા થયા છે. અમદાવાદની 7, ગાંધીનગરની 8, વડોદરાના 1 મળીને 17 ઓફિસોમાં દરોડા પાડયા હતા, જેમાંથી અમદાવાદની નવરંગપુરા સીજી રોડ પરની હાઈટેક વિઝા કન્સલ્ટની ઓફિસમાંથી દસ્તાવેજો મળી આવતા તેમજ દારૂની બોટલો મળી આવતા આ મામલે સંસ્થાના માલિક સામે ગુનો પણ દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે, જોકે આ કેસમાં ગાંધીનગરમાં બે ગુનાઓ દાખલ કરવામા આવ્યા છે.
સીઆઈડી ક્રાઈમનાં રાજ્ય વ્યાપી દરોડા બાદ ગાંધીનગરની બે અને અમદાવાની એક સહિત 3 એજન્સીના ડેટા તપાસ કતા ગાંધીનગરની હોપ રેય્સ તેમજ એમ્પાયર ઓવરસીઝ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદની નવરંગપુરાની હાઈટેક ઓવરસીઝના જીગર શુકલા સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે, જ્યારે નીરવ મહેતા વોન્ટેડ છે, ગાંધીનગરની હોપ રેય્સ કંપનીના કિશન પટેલ અને પ્રેમ પરમાર વોન્ટેડ છે. એમ્પાયર ઓવરસીઝના વિશાલ શાહની ધરપકડ કરાઈ છે, જ્યારે અંકિત પટેલ વોન્ટેડ છે.
સીઆઈડી ક્રાઈમે ધોરણ 10 અને 12 ની નકલી માર્કશીટ તેમજ એમ.એસ યુનિવર્સિટી, જીટીયુ અને છત્તીસગઢની પંડિત રવિશંકર યુનિવર્સિટીના નામની ડ્રિગ્રી અને સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. અમદાવાદના નવરંગપુરાની હાઈટેકની ઓફિસમાંથી 4 ક્લાયન્ટના 42 નકલી દસ્તાવેજ મળ્યા હતા, જેમાં નકલી માર્કશીટ, ડીગ્રી સર્ટિફિકેટ, વર્ક એક્સપિરિયન્સ લેટર, નોટરીના સિક્કા જેવા દસ્તાવેજ મળી આવ્યા છે. આરોપીઓ નકલી ડોક્યુમેન્ટના આધારે કેનેડા, અમેરિકા, લંડન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં ક્લાયન્ટને મોકલતા હતા. જેથી આ તમામ જગ્યાઓ પરથી મળેલા ડેટાના આધારે તેઓ અત્યાર સુધીમાં કેટલા બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને કેટલા લોકોને વિદેશ મોકલી ચુક્યા છે તે તમામ દિશામાં તપાસ અને ડોક્યુમેન્ટનું એનાલિસીસ શરૂ કરવામાં આવ્યા છે.
આ એજન્સીઓ થકી વિદેશ જનાર અને જવા માટે પ્રયાસ કરનાર લોકોના પણ નિવેદન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે..ત્યારે જોવાનું રહ્યું કે આ કેસમાં કેવુ મોટુ નેટવર્ક સામે આવે છે. આવનાર સમય માં જેમ જેમ તપાસ આગળ વધશે તેમ વધુ ફરિયાદ પણ તપાસ એજન્સી દાખલ કરવા નો દાવો પણ કરી રહી છે .
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે