મુખ્યમંત્રી બદલાવાના છે...? સવાલ વિશે ઝી 24 કલાક સાથેના શીર્ષસંવાદમાં નીતિન પટેલે શું કહ્યું, જાણો...
WHOએ એક નિવેદનમાં કહ્યું હતું કે, લોકોએ હવે કોરોના સાથે રહીને જીવતા શીખી લેવુ જોઈએ. ત્યારે દરેક ગુજરાતીના મનમાં એવો સવાલ થાય છે કે આ કેવી રીતે શક્ય છે. લોકોના રોમરોમમાં જીવતા અને ધબકતા ગુજરાતના એ દિવસો પાછા આવશે, શું ગુજરાત ફરી ગતિશીલ બનશે આ સવાલોનો રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ઝી 24 કલાકને જવાબ આપ્યો છે. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :WHOએ એક નિવેદનમાં કહ્યું હતું કે, લોકોએ હવે કોરોના સાથે રહીને જીવતા શીખી લેવુ જોઈએ. ત્યારે દરેક ગુજરાતીના મનમાં એવો સવાલ થાય છે કે આ કેવી રીતે શક્ય છે. લોકોના રોમરોમમાં જીવતા અને ધબકતા ગુજરાતના એ દિવસો પાછા આવશે, શું ગુજરાત ફરી ગતિશીલ બનશે આ સવાલોનો રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ઝી 24 કલાકને જવાબ આપ્યો છે. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ એડિટર દિક્ષીત સોની સામે ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી.
સવાલ : લોકડાઉન 4માં કેવી પ્રકારની રાહતો મળશે અને શુ કોરોના સાથે જીવવું શક્ય બનશે
જવાબ : કોરાના સાથે જીવવુ આવનાર સમયમાં કાયમી ઘટનાક્રમ બની જશે. વિશ્વભરના નિષ્ણાતો આગાહી કરી રહ્યાં છે કે આ મહામારી લાંબા સમય સુધી ચાલશે. ગ્રીન ઝોનમાં આપણે મંજૂરી આપી દીધી તેવી જ રીતે ઓરન્જ ઝોનમાં ઘણી છૂટછાટ આપી છે. બજાર ખૂલ્યા, લોકોની અવરજવર ચાલુ થઈ છે. વાહનવ્યવહાર ચાલુ થયો છે. હાલ રેડ ઝોનમાં ત્યા લગભગ બધુ બંધ રાખવુ પડે તેવી સ્થિતિ છે. આ રોગ સામે લડીને જીત મેળવી હોય તો નાગરિકોનો સહયોગ સૈથી વધુ જરૂરી અને ઉપયોગી છે. દવા, રસી આપવાથી કોઈ બચી જતુ હોય તો સરકાર કરી શકે છે. વારંવાર લોકોને ‘દો ગજ દૂરી...’ નો વ્યવાહર કરવાની સલાહ અપી છે. જેને સોશઇયલ ડિસ્ટન્સિંગ કહેવાય છે. તેને પાળીને વેપાર, ધંધા નોકરી કરવાની છે.
ઝી 24 કલાકને CM રૂપાણીએ કહ્યુ કે, ‘અમારી તૈયારીઓ યોગ્ય છે, કોરોનાની લડાઈમાં જલ્દી ગુજરાત અગ્રેસર બનશે’
સવાલ : ડિસ્ચાર્જ રેશિયો વધ્યો, પરંતુ 6 મે બાદ ટેસ્ટીંગના આંકડા ઘટ્યા છે, તે મામલે શુ કહેશો?
જવાબ : ગુજરાતમાં સરકારને શા માટે આંકડા મેનિપ્યુલેટ કરવા પડે. આ બધુ ખુલ્લુ છે. ગામમાં એકને કોરોના થાય તો બધાને ખબર પડી જાય છે. રોજ 4000 જેટલા ટેસ્ટ આપણે કરીએ છીએ. હાલ આખા ગુજરાતને સાચવવાનું છે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ ટેસ્ટીંગ કરવા પડે છે.
સવાલ : ગ્રીન ઝોન પણ આપણે કેમ જાળવી ન શક્યા ?
જવાબ : ગ્રીન ઝોનમાં કોઈ ગયુ હોય કે સંપર્કમાં આવ્યો હોય અને ધીમે ધીમે વધ્યું હોઈ શકે. એક જિલ્લામાં બીજા જિલ્લામાંથી આવ્યા અને તેના સરવેમાં પોઝિટિવ આવે તો તે મૂળ જે જિલ્લામાંથી આવે ત્યાનો અભ્યાસ કરવો પડે. સુરત અને અમદાવાદથી કોઈ બહાર જાય અને તેઓને અહી જ વાયરસ આવ્યા હોય, અને પછી બીજા જિલ્લામાં જાય તેવુ બને છે. તેથી જે જિલ્લામાં સારી સ્થિતિ છે, તેવા વિસ્તારોમાં પણ સરવે કરીએ છીએ.
સવાલ : હવે કોરોનાના દર્દીઓને હોસ્પિટલ મોડા દાખલ કરાય છે, તેથી મોતના આંકડા વધ્યા છે?
જવાબ : પહેલા સામેથી લોકોનો સહકાર ઓછો મળતો હતો. ઉપરથી વિરોધ થતો હતો. આરોગ્યના કર્મચારીઓ લોકોના ઘરે જાય તો માહિતી ન આપે, તપાસવા ન દે. આવામા કર્મચારીઓને પણ જોખમ હતું. જે નાગરિકોએ કોરોનાની શરૂઆતની તપાસમાં સહકાર, સરવે તથા સરકારની સૂચનાના અમલમાં સાથ ન આપ્યો, કમનસીબે એ વિસ્તારો સૌછી વધુ ઝપેટમાં આવ્યા. ત્યા દર્દીઓના મૃત્યુ વધ્યા. હવે એ વિસ્તારોમાં પણ સમજ આવી. હવે તેઓ સહકાર આપે છે. હવે ત્યાં સામેથી કેસ આવવા માંડ્યા છે.
સવાલ : શ્રમિકોને કારણે ગુજરાતમાં ચેપ વધશે તેવુ લાગે છે?
જવાબ : ગુજરાત ઔદ્યોગિક વિસ્તાર છે. અહી લાખો પરપ્રાંતિયો છે, શરૂઆતમાં અફવાના વાતાવરણમાં એવુ થયું કે આપણે વતનમાં જતુ રહેવુ જોઈએ. હવે ગમે તે રીતે લોકો વતન જઈ રહ્યાં છે. આખા દેશમાં લાખો લોકો હિજરત કરવા લાગ્યા. લોકો જાતે જઈ રહ્યા છે, આપણે મોકલી નથી રહ્યાં. તે આક્રોશ હવે હળવો થઈ ગયો છે.
સવાલ : શ્રમિકો વગર ઉદ્યોગ-ધંધા કેવી રીતે આગળ વધશે?
જવાબ : હાલનો તબક્કો ખૂબ આવેગનો તબક્કો છે. મનમાં આવ્યું છે એટલે કરવુ છે તેથી જાય છે. વતનમાં જઈને તેઓને શાંતિ થશે. માતાપિતાને મળશે તો રાહત અનુભવશે. ઘણા રાજ્યોની સરકાર અહીંથી ગયેલા લોકોને ક્વોરેન્ટાઈમાં રાખી રહી છે. જો રાજ્યોમાં પહેલેથી જ આવકના સાધનો, વેપાર-ધંધા હોત તો તેઓ અહી આવ્યા જ ન હોત.
સવાલ : હોસ્પિટલમાં માસ્ક નથી તેવો આરોપ વારંવાર ઉઠે છે, શા માટે ?
જવાબ : ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ પાસે એન-95 માસ્કથી લઈને થ્રી લેયર માસ્ક લાખોની સંખ્યમાં છે. આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. અમે અન્ય રાજયોમાં પણ માસ્ક મોકલી આપ્યા છે. લગભગ અઢી લાખક રતા વધુ માસ્ક ગુજરાત સરકાર પાસે છે. પીપીઈ કીટ પણ હજારોની સંખ્યમાં ઉપલબ્ધ છે. શરૂઆતમાં તંગી હતી તે સાચી વાત છે. હું અનેકવાર હોસ્પિટલમાં જઈ આવ્યો છે.
સવાલ : કોંગ્રેસે આરોપ મૂક્યો કે, નીતિન પટેલ મોડા મોડા મેદાનમાં આવ્યા...
આમાં મોડા આવવા જેવુ કંઈ જ નથી. અહી કામ બધુ વહેંચાયેલુ છે. મોટાભાગની આરોગ્યની જવાબદારી આરોગ્ય મંત્રી તરીકે મારી પાસે હોય છે. આરોગ્ય વિભાગ એકલુ કામ નથી કરી રહ્યું. અમારી તમામ હોસ્પિટલ નાગરિકોની જાળવણી માટે કામ કરી રહી છે. ગુજરાતમાં રોજ 2000થી 2200 પ્રસૂતિ થાય છે. જેમાંથી 50 ટકા સરકારી હોસ્પિટલમાં થાય છે .તે બધુ જ ચાલુ જ છે. કોરોના આખી દુનિયામા ચાલ્યું છે. અમારા માટે આરોગ્યની ઈમરજન્સી મહત્વની છે. જે રોજેરોજ ચાલે છે. 108 એમ્બ્યુલન્સનો લોડ વધી ગયો છે. હવે રોજના કોલમાં કોરોનાના કોલ પણ આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ 24 કલાક રાઉન્ડ ધી ક્લોક કામ કરે છે.
સવાલ : મુખ્યમંત્રી બદલાવાના છે, તે વાત ચાલી રહી છે તે અંગે શુ કહેશો... ?
જવાબ : મુખ્યમંત્રી અને હુ રોજ મીટિંગ કરીએ છીએ. સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી મીટિંગ ચાલે છે. વિવિધ વિભાગો સાથે મીટિંગ થાય છે. ટ્રેનોની કામગીરી, અનાજનું વિતરણ, ફળફળાદિનો જથ્થો વગેરે અંગે નિર્ણયો લેવાય છે. 9 થી 10 હજાર કરોડના કામ માત્ર માર્ગ અને મકાન વિભાગના ચાલુ થયા છે. બધુ જ અમે સાથી રહીને કરીએ છીએ. ખોટી અફલા ફેલાવનારા કોઈ પણ ક્ષેત્રના લોકો હોઈ શકે છે. માસ્ક વિશે પણ અફવા ફેલાઈ છે. લોકોના જેટલા મોઢા તેટલી વાતો. અમે એ ધ્યાન આપતા નથી. અમારી જવાબદારી ફરજ અને ગુજરાતનો વિકાસ થાય તેમાં જ અમે ધ્યાન આપીએ છીએ.
સવાલ : શું સરકારી કર્મચારીઓના વેતન પર કાપ મૂકાશે?
જવાબ : સરકારી કર્મચારીઓનું વેતન આગમી સમયમાં આવી જ રીતે મળશે. સરકારની તિજોરી પર આવકમાં મોટો કાપ આવ્યો છે. લાખો વાહનો 50 દિવસથી બંધ છે. પેટ્રોલ ડીઝલની ટેક્સની આવક, જીએસટીની આવક બંધ છે, કરિયાણાથી લઈને મોલ બધુ જ બંધ છે. રાજ્યની આવક પર મોટો કાપ મૂકાયો છે. સરકારના જે કામો છે તે અમે કરી રહ્યા છીએ. પરંતુ કર્મચારીઓના પગાર પર કામ મૂકવાની હાલ કોઈ સ્થિતિ નથી.
સવાલ : લોકોના મનમાં અવઢવ છે કે, બધુ રાબેતા મુજબ સરળ રીતે ક્યારે થશે?
જવાબ : લોકાડઉન 4 ચાલુ થશે તેથી ધણી હળવાળ થશે. સરકારની સામે પણ ચેલેન્જ રહેવાની છે તે. હળવાશ થઈ અને અમર્યાદિત રહીને નીકળશો અને કેસ વધશે તો તરત બધુ બંધ કરતા પણ વાર નહિ લાગે. જ્યાં કેસ વધુ લાગશે, જ્યાં જોખમ વધશે તો સરકારને બીજો નિર્ણય કરતા સહેજ પણ વાર નહિ લાગે. બધુ રાબેતા મુજબ થવામાં દિવાળી સુધી ચોક્કસ સમય લાગશે. ચોમાસુ હજી બાકી છે. ગરમીમાં કોરોના નાશ પામશે તે સાચુ ન પડ્યુ. ગરમી પણ સંક્રમણ વધ્યુ. હવે બીજુ જોખમ ચોમાસાનું છે. વરસાદથી હવામાં ભેજ રહેશે. પાણીનો સંગ્રહ થશે. આવામાં વયારસ શુ સ્વરૂપ ધારણ કશે તે અભ્યાસનો વિષય છે. બધુ સારી રીતે જળવાશે, તો બધુ સારી રીતે આગળ વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે