સુરત GIDCની કેમિકલ કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો, 1નું મોત 5 ઘાયલ

Surat News : સચિન GIDCની અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાતે લાગી આગ... ભીષણ આગ બાદ કંપનીમાં બ્લાસ્ટ થયો... 5 લોકો દાઝતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા... 

સુરત GIDCની કેમિકલ કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો, 1નું મોત 5 ઘાયલ

ચેતન પટેલ/સુરત :સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી અનુપમ રસયાણ ઈન્ડિયા પ્રાઈવેટ કંપનીમાં મોડી રાત્રે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવ્યું છે. તો આ ઘટનામા એક કામદારનું મોત નિપજ્યું છે. 

સુરતની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ કંપની અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં મોડી રાતે આગ લાગી હતી. આ કંપનીમાં કેમિકલ બનાવવામાં આવે છે. મોડી રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થવાની ઘટના બની હતી, જેના બાદ આગ લાગી હોવાનું કહેવાય છે. આગ લાગી ત્યારે કંપનીમાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા.

આગ લાગતા જ જોતજોતામા પ્રસરી ગઈ હતી, જેના બાદ મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી આજુબાજુમાં રહેતા અને પસાર થતા વાહનચાલકો પણ ગભરાઈ ગયા હતા. લોકોએ આ બ્લાસ્ટ દૂર સુધી નિહાળ્યો હતો. જોતજોતામાં આગ આખી કંપનીમાં પ્રસરી ગઈ હતી. કંપનીમાં કેમિકલ ભરેલુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 

આ લાગતા જ 30 થી વધુ ફાયર કંપનીઓએ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. માંડ 4 થી 5 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કુલ પાંચ કામદારો ઘવાયા છે. જેમા એક કામદારનૂું મોતન િપજ્યું છે. આગની સ્થિતિ જોતા મોતનો આંકડો વધુ શકે છે. 

આ વિશે સિવિલ હોસ્પિટલના આરએમડો ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, કંપનીના બ્લાસ્ટમાં ઘવાયેલ 5 લોકોને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. પાંચ પૈકી બે લોકોની હાલત ગંભીર છે. તો એક કારીગરના હાથમાં ફ્રેક્ચર થયું છે. હાલ સિવિલના ડોક્ટરો દ્વારા તમામની સારવાર ચાલુ છે. વધુ ઘાયલો આવે તો ડોક્ટરોની ટીમ ખડેપગે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news