ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, સ્વામિનારાયણ સંસ્થા એ પૈસા ભેગા કરવાની સંસ્થા છે

Swaminarayan : સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કરેલા વિવાદીત નિવેદનનો વીડિયો થયો વાયરલ... ફતેસિંહ ચૌહાણે કહ્યુ- સ્વામિનારાયણ સંપ્રદાય જ્ઞાનનો અખાડો નથી, માત્ર પૈસા ભેગા કરવાની સંસ્થા છે... 

ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, સ્વામિનારાયણ સંસ્થા એ પૈસા ભેગા કરવાની સંસ્થા છે

Sanantan Dharma પંચમહાલ : સાળંગપુરમાં હનુમાનજી ભગવાનના ભીંતચિત્રોના વિવાદ શમવાનુ નામ નથી લઈ રહ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. ત્યારે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વિવાદિત નિવેદનનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ફતેસિંહ ચૌહાણે વિવાદિત ટિપ્પણી કરી છે. આમ, વિવાદિત નિવેદનબાજીમાં વધુ એક ઉમેરો થયો છે. 

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સ્વામીનારાયણ સંપ્રદાય અંગેની ટિપ્પણી અંગેનો આ વીડિયા હાલ ચર્ચા જગાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે 'ના' કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 11, 2023

 

ધારાસભ્ય હોવાની સાથે ભજનીક પણ છે ફતેસિંહ ચૌહાણ
પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ બે વખત જૂની રાજગઢ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા હોવા છતાં ખૂબ સાદું જીવન જીવે છે. તેમની સાદગી મતદારોને પણ ઘણી પસંદ છે. સાદું જીવન ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. પોતે ખેડૂત હોવા સાથે સાથે ભજનિક પણ અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વ વાદી નેતાની છબી ધરાવે છે. ફતેસિંહ ભજનિક હોવાથી જ્યારે લાક્ષણિક પોતાની અદામાં અને સુંદર રાગ સાથે આજે પણ તેઓ ભજન લલકારે છે, ત્યારે બે ઘડી સાંભળવાનું મન થાય. વર્ષો પહેલા ફતેસિંહે પોતાના અવાજમાં ભજનનું આલ્બમ પણ બનાવ્યું હતું. પોતાના ધર્મગુરુ બાદ ફતેસિંહ રાજકીય રીતે નરેન્દ્ર મોદીને પોતાના ગુરુ માને છે અને નરેન્દ્ર મોદી ફતેસિંહને ભગતનું હુલામનું નામ આપ્યું છે.

ગઈકાલે એક વીડિયો થયો હતો વાયરલ
રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદ સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હ્યો છે. જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવું ભાષણ આપી રહ્યાં છે. તેઓએ હિન્દુ દેવી દેવતાઓના તિરસ્કારનું આહવાન કર્યુ છે. સાથે જ તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, આ સ્વામીનારાયણ ભગવાનનો આદેશ સમજો. સ્વામીનારાયણ અલગ ધર્મ બનાવવાનો છે. સ્વામીનારાયણ ભગવાન સનાતનથી નારાજ થયા છે. આ સિવાય તેઓએ તમામ ધર્માના લોકોએ એકઠા થવાની અપીલ કરી છે,. તેમજ અન્ય ધર્મના લોકોને સ્વામીનારાયણ ધર્મમાં જોડાવા આહવાન કર્યું છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છએ કે, બીજા અન્ય ધર્મના લોકો મને મળો. ભગવાન તમારા દુખ અને રોગ બધુ જ મટાડી દેશે. આપણે મંદિરોમાંથી દેવી દેવતાઓને નીકાળી દેવાના છે. આમ, સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીનો આ વીડિયો વિવાદમાં વધુ ઘી રેડે અને આગ પ્રસરાવે તેવો છે. જેનાથી ફરી વિવાદ પ્રસરે તેવુ લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news