ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP સામે મોરચો માંડ્યો, જેલ ભરો આંદોલનની આપી ચીમકી

Geniben Thakor : કોંગ્રસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના SP પર લગાવ્યા ગંભીર આરોપ, જેલ ભરો આંદોલનની આપી ચીમકી

ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP સામે મોરચો માંડ્યો, જેલ ભરો આંદોલનની આપી ચીમકી

Banaskantha News : ઉત્તર ગુજરાતના રાજકારણનો સૌથી ચર્ચાતો ચહેરો એટલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર. આ મહિલા નેતા સતત ચર્ચામા રહે છે. ત્યારે ગેનીબેન ઠાકોર એકવાર ફરીથી ચર્ચામા આવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SP અક્ષયરાજ મકવાણા સામે મોરચો ખોલ્યો છે. ગેનીબેને બનાસકાંઠા SP સામે જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે. બનાસકાંઠા કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠાના એસપી પર આરોપ મૂક્યો છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તા દુરુપયોગ કરી રહ્યા છે તેવો આક્ષેપ ગેનીબેને કર્યો. ત્યારે ગેનીબેને હવે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લાડવા ટ્વીટ કરી જાહેરાત કરી છે. 

— Geniben Thakor (@GenibenThakor) July 2, 2023

એસપી સામે જેલભરો આંદોલન 
ગેનીબેન ઠાકોર ફરીથી તેમની ટ્વીટને કારણે ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP સામે આરોપ મૂક્યા છે. SP રાજકીય ઈશારે સત્તાના દુરુપયોગ કરતા હોવાનો આરોપ ગેનીબેને મૂક્યો છે. થરાદમાં જાહેર સભા કરવાનો ગેનીબેન ઠાકોરે નિર્ણય કર્યો છે. પૂર્વ MLA ગુલાબસિંહ અને રઘુ દેસાઈ પણ આ આંદોલનમાં જોડાશે. આજે ગેનીબેન ઠાકોર કલેક્ટરને મળીને આ અંગે આવેદન પત્ર આપશે. બનાસકાંઠા કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના એસપી પર આરોપ મૂક્યો છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તા દુરુપયોગ કરી રહ્યા છે તેવો આક્ષેપ ગેનીબેને કર્યો. તેથી તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લાડવા ટ્વીટ કરી જાહેરાત કરી છે. થરાદમાં એસપી સામે જેલ ભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરાશે.

ગેનીબેનની ટ્વીટ 
ગેનીબેને ટ્વીટમાં લખ્યું કે, આપ સૌ, વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યાર તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતો જેલભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબંધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. લિ.ગેનીબેન ઠાકોર. 

આમ, આ સમગ્ર ઘટનાને લઈને આવતીકાલે ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરશે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહે ટ્વિટને રિટ્વિટ કર્યું છે. આમ પ્રદેશ પ્રમુખ પણ તેમના સમર્થનમાં આવ્યા છે. હવે ગેનીબેન આ અંગે કેવા કેવા ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો એસપી પર કરવામાં આવેલા આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news