Petlad Gujarat Chutani Result 2022 પેટલાદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, જાણો કેમ હાર્યું કોંગ્રેસ?
Petlad Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
Petlad Gujarat Chunav Result 2022: પેટલાદ બેઠક મુસ્લિમ, પાટીદાર અને ક્ષત્રિય જ્ઞાતિનુ પ્રભુત્વ ધરાવતી બેઠક છે. 76818 ક્ષત્રિય મતદારો, 32105 પાટીદાર, વણીક 2412, બ્રાહ્મણ 2609, 37182 તળપદા અને 515 ભરવાડ મતદારોનો સમાવેશ થાય છે. આમ આ બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર સમાજના મતદારોનો વોટ નિર્ણાયક બની રહે છે. આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. પેટલાદ મતદાર ક્ષેત્રમાં કુલ 218289 મતદારો છે, જેમાં 112990 પુરૂષ, 105245 મહિલા અને 54 અન્ય મતદારો છે..
પેટલાદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
ભાજપ ઉમેદવાર કમલેશભાઈ રમેશભાઈ પટેલ (માસ્ટર)નો 17954 મતથી જીત્યા
પેટલાદ બેઠક પર કોંગ્રેસની કારમી હાર
પેટલાદ વિધાનસભા બેઠકઃ -
વર્ષ 1990થી પેટલાદ બેઠક પર ધારાસભ્ય તરીકે નિરંજન પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટતા આવે છે...1990માં જનતા દલની ટિકિટ પર MLA બન્યા. નિરંજન પટેલ 1995, 1998માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમની આ જીતનો રથ 2002માં રોકાયો અને ભાજપના ચંદ્રકાંત પટેલ ધારાસભ્ય ચૂંટાયા. 2007, 2012, 2017માં ફરી કોંગ્રેસની ટિકિટ પર નિરંજન પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. પરંતુ આ વખતે કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે અને પ્રકાશ પરમારને ટિકિટ આપી છે.
2022ની ચૂંટણી: -
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ કમલેશ પટેલ
કોંગ્રેસ પ્રકાશ પરમાર
આપ અર્જુન ભરવાડ
પેટલાદ અત્યારે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું મુખ્ય મથક છે. પેટલાદ ભૂતકાળમાં પોતાના કાપડ ઉદ્યોગ માટે ખૂબ જાણીતુ હતું. પેટલાદને એક સમયનુ મિની માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. અહીંનુ કાપડ માત્ર દેશમાં જ નહી પણ વિદેશોમાં પણ વખણાતુ હતું. જો કે સમયની થાપ અને નબળી નેતાગીરીને કારણે હાલ આ ભવ્ય ઈતિહાસ માત્ર યાદ બનીને રહી ગયો છે. પેટલાદ વિધાનસભા બેઠકનો સમાવેશ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં કરવામાં આવે છે.
2017ની ચૂંટણી: -
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નિરંજન પટેલે 81127 મતો મેળવીને ભાજપના ચંદ્રકાંત ડાહ્યાભાઈ પટેલને હરાવ્યા હતા.
2012ની ચૂંટણી: -
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફથી નિરંજન પટેલ જ મેદાને હતા જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પટેલ દિપકભાઈને ટૂંટણીને ટિકીટ આપવામાં આવી હતી. જો કે 2012 વિધાનસભા ચૂંટણી વખતે પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો અને નિરંજન પટેલનો વિજય થયો હતો. તે વખતે કોંગ્રેસના નિરંજન પટેલને 12000+ મતોની સરસીથી જીત મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે