જુનાગઢ દરગાહ કેસમાં 32 પોલીસ અધિકારીઓને મોટી લપડાક, કેસ લડવા નહિ મળે સરકારી વકીલ
junagadh mosque demolition : હાઈકોર્ટે આ તમામ પોલીસ અધિકારીઓને સરકારી વકીલ આપવા ઈન્કાર કર્યો છે. આ સાથે જ તમામ પોલીસ અધિાકરીઓને પોતાના ખર્ચે વકીલ રોકવા આદેશ કર્યો
Trending Photos
Gujarat Highcourt : જુનાગઢમાં પથ્થરમારાના બનાવમાં પકડાયેલા આરોપીઓને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. આ ઘટના બાદ ગુજરાત પોલીસે ચારેતરફથી વાહવાહી લૂંટી હતી. પરંતું હવે જુનાગઢ પોલીસને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. જુનાગઢમાં સગીર સહિતને માર મારવાના કેસમાં 32 પોલીસ અધિકારીઓને સરકારી ખર્ચે વકીલ નહિ પડે. હાઈકોર્ટે પોતાના ખર્ચે વકીલ રોકવા હાઈકોર્ટને આદેશ આપ્યો છે.
પોતાના ખર્ચે ખાનગી વકીલ રોકો
જુનાગઢમાં પીરબાવાની દરગાહ તોડી પાડવાના કેસમાં 32 પોલીસ અધિકારી અને કર્મચારીઓ હવે ભેરવાયા છે. આ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે આ તમામ પોલીસ અધિકારીઓને સરકારી વકીલ આપવા ઈન્કાર કર્યો છે. આ સાથે જ તમામ પોલીસ અધિાકરીઓને પોતાના ખર્ચે વકીલ રોકવા આદેશ કર્યો છે. તમામ અધિકારીઓને પોતાના ખર્ચે ખાનગી વકીલ રોકવા હાઈકોર્ટે 6 સપ્ટેમ્બર સુધી આદેશ કર્યો છે.
કેવી રીતે હિંસા ફાટી નીકળી:
1. જૂનાગઢ રિસાયત સાથે જોડાયેલા મજેવડી ગેટ પાસે એક દરગાહ છે. આ દરગાહ ઘણા સમયથી છે. આઝાદીના સમયથી લોકો તેને જોઈ રહ્યા છે. પાંચ વર્ષ પહેલા પણ આ દરગાહને લઈને વિવાદ થયો હતો. પછી થોડા દિવસોમાં મામલો શાંત થઈ ગયો. આ દરગાહ સાથે મુસ્લિમ લોકોની આસ્થા જોડાયેલી છે. પાંચ દિવસ પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાએ આ દરગાહના કાગળો મંગાવ્યા હતા. આ પછી મહાનગરપાલિકાએ દરગાહ પર નોટિસ ચોંટાડી દીધી હતી.
2. દરગાહની કાયદેસરતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળતા શુક્રવારે (16 જૂન) સાંજે 7 વાગ્યે દરગાહ પર મોટી ભીડ એકઠી થઈ હતી. જ્યારે પોલીસ આ લોકોને હટાવવા પહોંચી તો તેઓએ પોલીસ સાથે દુર્વ્યવહાર કરાયો. પોલીસે પરિસ્થિતિ સંભાળી તમામને વિખેરી નાખ્યા હતા.
3. રાત્રે 10 વાગ્યાની આસપાસ લોકો ફરી એકઠા થયા અને પછી નજીકમાં આવેલી પોસ્ટ પર હુમલો કર્યો. પોલીસ પર પથ્થરમારો થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. જેમાં ત્યાં હાજર પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. તોફાનીઓએ કેટલાક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. આ પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
4. પોલીસે ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ મોકલ્યા. આ પછી કેટલાક પથ્થરબાજોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં દરગાહની સામે કેટલાક યુવકોને માર મારવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસે પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. આ વીડિયો વાયરલ થયો હતો.
ટોળા દ્વારા થયેલા હુમલામાં એક DCP અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. PGVCLની ગાડી ઉપર થયેલા પથ્થરમારામાં ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યું થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે