ગુજરાત હાઈકોર્ટનો ઊંઝાના કાઉન્સિલરને ગેરલાયક ઠેરવવાના કેસમાં મહત્વનો ચુકાદો
Gujarat Highcourt Judgement : હાઈકોર્ટે કહ્યું, માનવ જીવનની કિંમત ધંધા રોજગાર કરતા વધુ હોવાનું જાણતા હોવા છતાં અરજદારે લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતનું વર્તન કર્યુ. આ પ્રકારનું વર્તન એ misconduct ગણાય
Trending Photos
Gujarat Highcourt Judgement : લોક પ્રતિનિધિના વર્તનને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, બિન સંસદીય કે અભદ્ર ભાષાનો પ્રયોગ એ લોક પ્રતિનિધિ તરીકે કામ કરવા માટેનું ગેરલાયક ઠેરવવાનું યોગ્ય અને વ્યાજબી કારણ છે. જનતા લોક પ્રતિનિધિના પગલે ચાલે છે ત્યારે જન પ્રતિનિધિએ જનતાને સાચો માર્ગ દેખાડવાની ફરજ છે.
ઊંઝા નગરપાલિકાના એક ચૂંટાયેલા કાઉન્સિલરને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને હાઇકોર્ટે બહાલી આપી છે. હાઈકોર્ટે આ મામલે નોંધ્યું કે, ઊંઝા નગરપાલિકાએ કોરોના મહામારી દરમિયાન પોલીસ સત્તાવાળાઓ અને દુકાનદારો સાથે મીટીંગ કરી અને દુકાનો એક અઠવાડિયું સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર આ નિર્ણયની અમલવારી અંગે કોઈ સ્વાર્થ વિના કામ કરી રહ્યા હતા, ત્યારે લોક પ્રતિનિધિ તરીકે આ નિર્ણયને સહકાર આપવાના બદલે અરજદારે સરકારી સેવકના કામમાં બાધા ઊભી કરી હતી. આ ઉપરાંત અભદ્ર ભાષામાં વાતચીત કરી જેની વીડિયો ક્લિપ પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો :
હાઈકોર્ટે આગળ કહ્યું કે, માનવ જીવનની કિંમત ધંધા રોજગાર કરતા વધુ હોવાનું જાણતા હોવા છતાં અરજદારે લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતનું વર્તન કર્યુ. આ પ્રકારનું વર્તન એ misconduct ગણાય. કલમ 37 હેઠળ ચૂંટાયેલા પ્રતિનિધિને પણ ગરલાયક ઠેરવી શકાય.
અંબાજીમાં પ્રસાદ પર વિવાદ
ક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ વહીવટી તંત્રએ બંધ કરી દેતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે....સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્રના નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે...આજે હિન્દુ સંગઠનો જિલ્લા કલેક્ટરને આજે આપી રજૂઆત કરશે...હાલ મંદિરમાં મોહનથાળની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે...સમગ્ર રાજ્યમાંથી હાલ એક જ માગ ઉઠી રહી છે કે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો જોઈએ.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે