ગુજરાતના મતદારોનો આંકડો 4 કરોડ 47 લાખને પાર

 ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યની નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 4 કરોડને 47 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. અગાઉની યાદી કરતા અંદાજે નવા સાત લાખ મતદારોનો વધારો નોંધાયો છે.

ગુજરાતના મતદારોનો આંકડો 4 કરોડ 47 લાખને પાર

હિતલ પરીખ/ગાંધીનગર : ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યની નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 4 કરોડને 47 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. અગાઉની યાદી કરતા અંદાજે નવા સાત લાખ મતદારોનો વધારો નોંધાયો છે.

  • કુલ 4 કરોડ 47 લાખ મતદારો
  • 2 કરોડ 32 લાખ પુરુષ,  2 કરોડ 14 લાખ મહિલાનું નામ
  • થર્ડ જેન્ડરના 1053 મતદારો નોધાયા
  • 51709  મતદાન મથકો પર યોજાશે ચુંટણી
  • 8 લાખ યુવા મતદારો પહેલીવાર પોતાના મતનો ઉપયોગ કરશે 
  • અમદાવાદમાં ૧ લાખ ૨૯ હજાર ૨૧ જેટલા નવા મતદારો ઉમેરાશે. 
  • અમદાવાદમાં મતદારોની સંખ્યા વધીને 54 લાખ જેટલી થઈ.
  • જે લોકો મૃત્યુ પામ્યા હોય અને શિફ્ટ થયા હોય એની સંખ્યા ૩૧ હજાર 
  • અમદાવાદમાં 18 થી 19 વર્ષના ૩૫૦૦૦ મતદારો યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. 
  • 1૦૦ વર્ષથી વધુ ઉમરનાં લગભગ 1૦૦ જેટલા મતદારો.

2123.jpg

2019ની ચૂંટણી પહેલાંની આખરી મતદાન યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના 10 દિવસ પહેલા સુધી મતદાર યાદીમાં સુધારા કરી શકાશે. દરેક મતદારો પોતાની મતદાન યાદીમાં ઓનલાઇન પોતાનું નામ ચૅક કરી શકશે. વેબસાઈટ, ટોલ ફ્રી નંબર તેમજ મતદાર નોંધણી કચેરી ઉપર ચેક કરી શકાશે. ૧૯૫૦ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પાર મતદાન યાદી ચકાસી શકાશે. મતદાર યાદીમાં નામ ન હોય તો 6 નંબર નું ફોર્મ ભરી નામ ઉમેરી શકાશે. 

ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 4 જાન્યુઆરીએ આખરી પ્રસિદ્ધિ કરવાની હતી. જોકે ચૂંટણી પંચ દ્વારા આ તારીખ 31મી જાન્યુઆરી સુધી આવી છે. જે મુજબ આજે યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ મુરલી ક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંપૂર્ણ રીતે ચાલી રહી છે અને આખરી તબક્કામાં પહોંચી છે. નવા મતદારોને ચૂંટણી કાર્ડ આપવાની કામગીરી ફેબ્રુઆરી મહિનામાં પૂરી કરી દેવામાં આવશે. ચૂંટણીપંચના જોઈન્ટ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું કે, 4 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કુલ ચાર કરોડની 45 લાખ આંકડો છે. જેમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાનોની સંખ્યામાં આઠ લાખ જેટલો વધારો નોંધાયો છે. પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. 2019 લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર મતદાન કરતા હોવાથી દેશના વિકાસમાં પોતાનું પણ યોગદાન રહેશે એ પ્રકારના આશાવાદ સાથે એવો ઉત્સાહિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news