Gujarat Weather: ગુજરાત પર ભારે સંકટ! હિટવેવથી આ જિલ્લાઓમાં દુબઈના રણ જેવી ગરમી

Gujarat Weather: હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને તંત્ર દ્વારા એવી પણ સુચના આપી દેવામાં આવી છેકે, કારણ વિના કોઈએ બપોરના ટાઈમે ઘરમાંથી બહાર ન નીકળવું.

Gujarat Weather: ગુજરાત પર ભારે સંકટ! હિટવેવથી આ જિલ્લાઓમાં દુબઈના રણ જેવી ગરમી
  • ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
  • તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરી ગરમી ચાલુ થઈ
  • આજે સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી
  • પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી
  • દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થશે
  • હવામાન વિભાગે ગરમીનું યલો અલર્ટ જાહેર કર્યું

India Meteorological Department : ગુજરાતમાં આકાશમાંથી વરસશે આગના ગોળા, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હેરાન કરી દે તેવી આગાહી. ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે ગરમીનો તાપ. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હીટવેવની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરી ગુજરાતમાં ગરમી ચાલુ થઈ ગઈ છે. કાળઝાળ ગરમીને કારણે ફરી ગુજરાતીઓને ધોમ ધખતો તાપ, અકળામણ અને બફારો સહન કરવાનો વારો આવશે. હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને તંત્ર દ્વારા એવી પણ સુચના આપી દેવામાં આવી છેકે, કારણ વિના કોઈએ બપોરના ટાઈમે ઘરમાંથી બહાર ન નીકળવું.

ગુજરાતીઓ માટે આગામી બે દિવસ ભારેઃ
ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમીનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતીઓ રીતસાર ત્રાહિમામ પોકારી જાય તેવી ગરમીનો અહેસાસ આ સપ્તાહમાં થશે. તેનું સૌથી મોટું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં થયેલાં ફેરફાર. ખાસ કરીને તેની વધુ અસર આગામી બે દિવસોમાં જોવા મળશે. આજથી બે થી ત્રણ દિવસ તો તૌબા પોકારી જશો એવી ગરમી પડશે. હવામાન વિભાગની આગાહી આપી રહી છે એ પ્રકારના સંકેતો. 

કયા જિલ્લાઓમાં છે હિટવેવની આગાહી?
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 એપ્રિલ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. ખાસ કરીને, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઈ છે. દિવસ દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. 

ગુજરાતના આ જિલ્લામાં દુબઈ જેવી ગરમી!
દુબઈના રણમાં હોય એવી ગરમી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહી છે. હાલ સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગુજરાતની ધરતી જ્વાળામુખીને જેમ તપશે, તો સુરેન્દ્રનગરના રણમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો, હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમીનું એલર્ટ જાહેર કર્યું 

44 ડિગ્રીને પાર પહોંચ્યું સુરેન્દ્રનગરમાં રણનું તાપમાનઃ
સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે. પરંતું આ કરતા વધુ ગરમી રણમાં પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના રણનું તાપમાન 44 ડિગ્રી વટાવી ગયું છે. અગરિયાઓને પણ રણમાં ગરમીથી બચવા માટે તંત્રએ અપીલ કરી છે. સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા હીટવેવની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. બપોરના સમયે સુરેન્દ્રનગરમાં લોકોને ઘરમાં જ રહેવાની તંત્રએ અપીલ કરી છે. વૃધ્ધો અને બાળકો અને ગર્ભવતી મહિલાઓ ગરમીથી સાવચેત રહે તે અંગે તંત્ર દ્વારા સૂચના  અપાઈ છે. હીટવેવની પરિસ્થિતિ વચ્ચે વૃદ્ધાના મોત બાદ તંત્રએ ફરી ગાઇડલાઈન જાહેર કરી છે. 80 વર્ષીય વૃદ્ધના મોત બાદ હવે ફરી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news