આવા નેતા હોય! હીરા સોલંકીએ જુગારીઓને છોડાવવા માટે પોલીસને પટ્ટા ઉતરાવડાવવાની ધમકી આપી
ગુજરાતના અમરેલી જિલ્લાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકીનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ સ્થાનિક પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. પોલીસને તમારા પટ્ટા ઉતારી નાખીશ કહેતા જોવા મળે છે. ડુંગર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઉગ્ર અને તોછડુ વર્તન કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉગ્ર તડાતડી તેઓ કોઇ સદકાર્ય માટે નહી પરંતુ જુગારીઓને છોડાવવા માટે ગયા ત્યારે થઇ હતી.
- રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં હીરા સોલંકીનો વીડિયો વાયરલ
- ભાજપ નેતા હીરા સોલંકી અને પોલીસ જવાન વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી
- પોલીસને કોઈએ પેસા નહિ આપવા માટે હીરા સોલંકીની જાહેરમાં ચેતવણી
Trending Photos
અમરેલી : ગુજરાતના અમરેલી જિલ્લાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકીનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ સ્થાનિક પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. પોલીસને તમારા પટ્ટા ઉતારી નાખીશ કહેતા જોવા મળે છે. ડુંગર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઉગ્ર અને તોછડુ વર્તન કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉગ્ર તડાતડી તેઓ કોઇ સદકાર્ય માટે નહી પરંતુ જુગારીઓને છોડાવવા માટે ગયા ત્યારે થઇ હતી.
ASI સાથે હીરા સોલંકીની શાબ્દિક ટપાટપી
રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઉગ્ર તડાતડી કરતો હીરા સોલંકીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હીરા સોલંકી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા હાજર ASI સાથે બોલાચાલી કરી હતી. હીરા સોલંકીએ તમારા બધાના પટ્ટા ઉતરાવડાવી નાખીશ તેવી પોલીસ જવાનોને ધમકી આપી હતી. તેઓ અહીં જુગારીઓને છોડાવવા માટે ગયા હતા. જ્યાં તેઓ પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા. પોલીસે કહ્યું કે, lcb એ દરોડો પાડીને આ જુગારીઓને પકડ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમ છતા પણ હીરા સોલંકીએ જામીન મુદ્દે રકઝક કરી હતી.
પોલીસ એક પણ રૂપિયો માંગે તો મને જાણ કરો
જુગારીઓને પોલીસને એક પણ રૂપિયો નહી આપવાનું કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, તેઓ જેસર તરફથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તા વચ્ચે લોકોએ આવીને રજુઆત કર્યા બાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જુગારીઓ પણ પોલીસ મથકમાં હાજર હતા અને તેની જામીનની કામગીરી ચાલી રહી હતી. આરોપીઓ પાસે જામીન માટે પૈસા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જો કે આખરે મામલો થાળે પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે