અમદાવાદમાં ધોધમાર! એસજી હાઇ-વે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, આગામી 3 કલાક ભારે!
રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂક્યો છે. હાલ ગોતા, જગતપુર, સોલા, વૈષ્ણોદેવી, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે.
Trending Photos
Ahmedabad Rain: ગુજરાતમાં વિધિવત્ ચોમાસાનું આગમન થઈ ગયું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂક્યો છે. હાલ ગોતા, જગતપુર, સોલા, વૈષ્ણોદેવી, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર, એસજી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. તો આજે થયેલા વરસાદને પગલે અમદાવાદીઓએ આખા દિવસના ઉકળાટથી રાહત મળી છે. હવામાન વિભાગે આજે રાજ્યભરમાં વરસાદને લઈને નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થઈ શકે છે.
વરસાદ અંગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્જ્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે