પેપર લીક કૌભાંડ : આવી રીતે પાંચ આરોપીઓએ ફોડ્યું પેપર, જાણો સમગ્ર ઘટનાક્રમ

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ચાર લોકોની ઘરપકડ કરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં મુખ્ય આરોપી યશપાલ પોલીસ પકડમાં આવ્યો નથી. આ અંગે ઘટના ક્રમની વાત કરીએ તો... વિકાસ સહાયને માહિતી માળી કે પેપરના જવાબ ફરતા થયા છે. આ અંગેની જાણ થતા ગાંધીનગર પોલીસ અને ભરતી બોર્ડના અધ્યક્ષની મીંટીગ થઇ હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવ્યી હતો. ભરતી બોર્ડના અધ્યક્ષે પરીક્ષા મૌકુફ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી ઉમેદવારોને અન્યાય ન થયા. 

પેપર લીક કૌભાંડ : આવી રીતે પાંચ આરોપીઓએ ફોડ્યું પેપર, જાણો સમગ્ર ઘટનાક્રમ

ગાંધીનગર: લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ચાર લોકોની ઘરપકડ કરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં મુખ્ય આરોપી યશપાલ પોલીસ પકડમાં આવ્યો નથી. આ અંગે ઘટના ક્રમની વાત કરીએ તો... વિકાસ સહાયને માહિતી માળી કે પેપરના જવાબ ફરતા થયા છે. આ અંગેની જાણ થતા ગાંધીનગર પોલીસ અને ભરતી બોર્ડના અધ્યક્ષની મીંટીગ થઇ હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવ્યી હતો. ભરતી બોર્ડના અધ્યક્ષે પરીક્ષા મૌકુફ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી ઉમેદવારોને અન્યાય ન થયા. 

ડીજીપી શિવાનંદ જા દ્વારા અમદાવાદ એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચ તથા ગાંધીનગરની પોલીસની ટીમ બનાવી હતી. અને તપાસ શરૂ કરવામાં આવી હતી. 2 તારીખે સવારે તપાસ કરતા જાણ થઇ કે મનહર પટેલ જે બાયડમાં રહે છે. મુકેશ ચૌધરી જે બનાંસકાઠાનો રહેવાસી છે. રૂપલ શર્મા જે ગાંધીનગરમાં રહે છે. આ ત્રણે લોકોએ ભેગા થઇને 2 તારીખે લીક થયેલા પેપરની જવાબ વહી તૈયાર કરી હતી. વધુ તપાસ કરતાએ અંગેની જાણ થઇ કે, ગાંધીનગર પોલીસના વાયરલેસ પીએસઆઇ જેમના સગા આ ભરતી પ્રકિયામાં ઉમેદવાર હતા. તેણે પણ પેપર ખરીદ્યું હતું. જે મનહર પટેલને પણ પહેલેથી જાણતો હતો. 

આ તમામ લોકોએ રૂપલની ઓફિસ પાસે એકઠા થઇને બનાંસકાઠાથી અમુક ઉમેદવારો બોલાવ્યા હતા. એ પ્રકારની માહિતી પણ મળી હતી,કે રૂપલ અને મુકેશ બંન્ને આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર હતા. આ બધી તમામની જાણ થતા તમામ લોકોની અટકાયત કરતા જણ થઇ કે આ અંગે યશપાલ સિંહ સોલંકી નામના વ્યક્તિ દ્વારા મનહરને આ પેપર આપવામાં આવ્યું હતું.. પોલીસ દ્વારા મુકેશ ચૌધરી, રૂપલ શર્મા, PSIપી.વી પટેલ તથા મનહર પટેલ અને પાંચ અન્ય ઉમેદવારો સહિત કુલ 9 લોકોની પેપર લીક મામલે અટકાયત કરી છે.

Pepar-Leek-Aarop

પોલીસને તપાસ કરતા મહિતી મળીકે યશપાલ સિંહ સોલંકી નામનો શખ્શ અગાઉ 30મી તારીખે દિલ્હી ગયો હોવાનો પણ ખુલાશો કરવામાં આવ્યો છે. આ અંગે એ પ્રકારની માહિતી મળી છે, કે પેપર લીક કરવામાં માસ્ટરમાઇન્ડ યશપાલ છે.

ગાંધીનગર SP મયૂરસિંહ દ્વારા કરવામાં આવેલી માહિતીમાં આપવામાં આવી કે આત્યાર સુધીની તપાસમાં મુખ્ય આરોપી જણાતો યશપાલને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. યશપાલની ઘરપકડ થયા બાદ આ અંગે અનેક નવા ખુલાશા થાય તેવી શક્યતાઓ છે.  એસપી દ્વારા કહેવામાં આવ્યું કે અત્યાર સુધીમાં પોલીસની અનેક ટીમો તપાસમાં જોડાઇ ગઇ છે. અને વહેલી તકે પોલીસ યશપાલની અટકાયત પણ કરી શકે છે.

મુકેશ ચૌધરી- લોક રક્ષક દળની પરીક્ષાનો ઉમેદવાર 

રૂપલ- રૂપિયા કમાવા માટે પેપર ખરીદ્યું હોવાનું પોલીસ તપાસમાં આવ્યું બહાર, રૂપલ એક હોસ્ટેલમાં કામ કરી રહી છે. તેના પિતા નિવૃત્ત પીએસઆઇ છે જેમનું મૃત્યું થયું છે. 

મનહર પટેલ- પેપર વેચીને પૈસા કમાવાનો આશ્રય હતો. 

PSIપી.વી પટેલ : ભાણીયઓ માટે પેપર લીધુ હોવાનો ખુલાસો.

યશપાલસિંહ સોલંકી: દિલ્હી ખાતેથી પેપર લાવનાર અત્યાર  આરોપી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news