સુરતમાં ચૂંટણી વચ્ચે આચાર સંહિતાના ભંગની ફરિયાદોનો ઢગલ થયો, પાર્ટીના બેનરોની સૌથી વધુ ફરિયાદ
Trending Photos
Surat News : લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ સુરત શહેરમાં અત્યાર સુધીમાં 171 જેટલી ફરિયાદ આચાર સહિતા ભંગની આવી ચૂકી છે. સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 18 ફરિયાદ છોડીને તમામ ફરિયાદોનો ઉકેલ લવાયો છે. આ તમામ ફરિયાદ રાજકીય પાર્ટીના બેનરોને લઈ કરવામાં આવી હતી.
સુરત શહેરમાં આદર્શ આચાર સહિતા કાર્યાન્વિત રહે આ માટે જિલ્લા ચૂંટણી સજ્જ છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહેલા માળે ખાસ કંટ્રોલરૂમની સુવિધા કરવામાં આવી છે. જ્યાં 24 કલાક કર્મચારીઓ આચાર સંહિતા લગતી ફરિયાદોના કાર્ય માટે કાર્યરત છે. 18 જેટલા કર્મચારીઓ અહીં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત જોવા મળે છે. અત્યાર સુધી એપ, ટોલ ફ્રી નંબર સહિત અન્ય માધ્યમોથી સુરત જિલ્લા ચૂંટણી પંચને 171 જેટલી આચાર સહિતા ભંગની ફરિયાદ મળી છે. જેમાં સૌથી વધુ ફરિયાદ શાસક પક્ષના બેનર અને પોસ્ટરને લઈને કરવામાં આવી છે. સરકારી યોજનાઓના બેનર અત્યાર સુધી શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા હતા. જેને લઇ આચાર સહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ તાત્કાલિક તેની ઉપર તંત્ર દ્વારા એક્શન લઈ નિકાલ કરવામાં આવ્યો છે.
નાયબ ચુંટણી અધિકારી આર. સી.પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે. કોઈપણ વ્યક્તિ આ કંટ્રોલરૂમમાં કોઈ પણ માધ્યમથી આચાર સંહિતાની ફરિયાદ નોંધાવી શકે છે. રાજ્ય ચૂંટણી પંચની એપમાં આદર્શ આચાર સહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાવી શકે છે. પોતાના મોબાઈલ થકી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. આ સાથે ટોલ ફ્રી નંબર ઉપર પણ ફરિયાદ નોંધાવી શકે છે. કંટ્રોલરૂમમાં મળતી મોટાભાગની ફરિયાદો રુલિંગ પાર્ટીના યોજના વાળી બેનરો હટાવવા માટે આવતી હોય છે. જોકે અન્ય પાર્ટીના મંજૂરી વગરના બેનર પોસ્ટર માટેની ફરિયાદ આવે છે.
સાથે તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સુરત જિલ્લાની અંદર અને ખાસ કરીને બારડોલી તેમજ લોકસભા બેઠકને લઇ પણ લોકો આચાર સહિતની ફરિયાદ નોંધાવી રહ્યા છે. 16 વિધાનસભા મતવિસ્તાર છે. કુલ 171 જેટલી ફરિયાદ અમને આચારસંહિતાની મળી છે. અમે 153 જેટલા ફરિયાદ નો નિકાલ કર્યા છે. અન્ય 18 ફરિયાદો છે જે ડ્રોપ આ માટે કરવામાં આવેલ છે કારણ કે એપના માધ્યમથી કેટલાક લોકો માત્ર ટેસ્ટીંગ માટે ફરિયાદ કરતા હોય છે. આ માટે 18 જેટલી ફરિયાદો અમે ડ્રોપ કરી છે. અમે તમામ ફરિયાદોના નિકાલ કરી ચૂક્યા છે. અમે અહીંયા ત્રણ પ્રકારના ફરિયાદો લેતા હોઈએ છીએ, એમાં મીડિયા તરફથી મળતી ફરિયાદો, ઉમેદવાર/પક્ષ તરફથી મળતી ફરિયાદો, અથવા તો અમારી ટીમ દ્વારા લેવાતી ફરિયાદો શામેલ હોય છે. અત્યાર સુધીમાં કોઈ પક્ષ કે પાર્ટી માટે ફર્યાદા આવી નથી અને ઉમેદવાર સામે પણ ફરિયાદ કરાઈ નથી. ચૂંટણી માટે કોઈ રકમ લઈ જાય તેવી પણ ફરિયાદ આવી નથી. દાખ ધમકી કે લીકર કરને સંબંધિત પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે