સાબરમતી હોવા છતા અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં વાવેતરમાં 60 ટકાનો ઘટાડો
છેલ્લાં પાંચ વર્ષમાં ચાલુ વર્ષે ઉનાળામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ વાવેતર થયુ છે. સરકાર દ્વારા ખેડુતોને ફતેવાડી કેનાલમાં પાણી ન આપતાં ઉનાળાના વાવેતર પર માઠી અસર જોવા મળી રહે છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો અત્યારે મુશ્કેલ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: છેલ્લાં પાંચ વર્ષમાં ચાલુ વર્ષે ઉનાળામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ વાવેતર થયુ છે. સરકાર દ્વારા ખેડુતોને ફતેવાડી કેનાલમાં પાણી ન આપતાં ઉનાળાના વાવેતર પર માઠી અસર જોવા મળી રહે છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો અત્યારે મુશ્કેલ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં ચાલુ વર્ષે સૌથી નબળુ ઉનાળુ વાવેતર રહ્યુ જેને લઇને અમદાવાદ જિલ્લાના ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે અમદાવાદ જિલ્લમાં 40 હજાર હેક્ટરનું વાવેતર થતુ હોય છે. જેમાં ચાલુ વર્ષે 60 ટકા જેટલો ઘટાડો નાંધાયો છે.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા ઉનાળુ વાવેતરના સરકારી આંકડાઓ
વર્ષ પાક વાવેતર હેક્ટરમાં
- ડાંગર 8525
- બાજરી 1141
- મગ 260
- તલ 181
- ગુવાર 109
- શાકભાજી 2575
- ઘાસચારો 7628
- કુલ 20419
વર્ષ 2016નુ ઉનાળુ વાવેતર પાક વાવેતર હેક્ટરમાં
- ડાંગર 10355
- બાજરી 585
- મગ 715
- તલ 145
- શાકભાજી 1545
- ઘાસચારો 6332
- કુલ 19677
વર્ષ 2017 નુ ઉનાળુ વાવેતર પાક વાવેતર હેક્ટરમાં
- ડાંગર 27900
- બાજરી 675
- મગ 683
- મગફળી 10
- તલ 80
- ગવાર 52
- શાકભાજી 1531
- ઘાસચારો 5961
- કુલ 36882
વર્ષ 2018નુ ઉનાળુ વાવેતર પાક વાવેતર હેક્ટરમાં
- ડાંગર 33885
- બાજરી 717
- ગવાર 52
- મગ 615
- મકાઇ 45
- શાકભાજી 1204
- ઘાસચારો 4400
- કુલ 40918
- વર્ષ 2019નુ ઉનાળુ વાવેતર
પાક વાવેતર હેક્ટરમાં
- ડાંગર 9807
- બાજરી 1257
- મગ 383
- તલ 10
- શાકભાજી 900
- ઘાસચારો 5714
- ગવાર 94
- કુલ 18165
ઉપરોક્ત આંકડા દર્શાવે છે, કે અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ સિચાઇના પાણીના અભાવે ઉનાળુ વાવેતર કરી શક્યા નથી. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીના કેહવા પ્રમાણે સિચાઇના પાણીનો અભાવ નથી પણ ખેડૂતોએ અન્ય પાક તરફ વળવુ જોઇએ. અમદાવાદ જિલ્લાના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ફતેવાડી કેનાલમાં સિચાઇનુ જે પાણી આપવામાં આવતુ હતુ એ છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યુ છે.
વડોદારા: પીવાના દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ
ઉનાળુ પાક પર ભારે અસર જોવા મળી રહી છે. વળી છેલ્લા બે ચોમાસા પણ નબળા રહેવાથી ગ્રામ્ય વિસ્તારના તળાવો ખાલી હોવાથી સિચાઇ થઇ શકતી નથી આ સિવાય ખારીકટ કેનાલ થકી પણ ખેડૂતોને પાણી મળતુ ન હોવાથી તેઓ ઉનાળુ પાક લઇ શકતા નથી જેને લઇને ખેડૂતોએ પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ડાંગર ઉત્પાદનમાં મોખરે રહેતા અમદાવાદ જિલ્લામાં ડાંગરનું વાવેતર હજારો હેક્ટરમાંથી સેકડો હેક્ટરમાં આવ્યુ છે. અને જો સિચાઇની વ્યવસ્થા યોગ્ય ન થઇ તો હજુ પણ વાવેતર ઘટવાની શક્યતાઓ નકારી શકાય નહી આ સંજોગોમાં તંત્ર ખેડૂતોને અન્ય પાકના વાવેતરની સલાહ આપે છે જેને ખેડૂતો કેટલી ગળે ઉતારે છે એ સવાલ છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે