વલસાડના આંતરિયાળ જિલ્લામાં સરકારી તંત્રનું રેઢીયાળ કામકાજ, ડોક્ટર્સ પણ ગેરહાજર રહે છે
Trending Photos
વલસાડ : જિલ્લાના અંતરિયાળ પહાડી આદિવાસી વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રેઢિયાળ વહીવટને કારણે ભગવાન ભરોસે જ ચાલતા હોય તેમ લાગી રહ્યું છે. કપરાડાના અંતરિયાળ પહાડી આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગના આરોગ્ય કેન્દ્ર પર દિવસના સમયે કર્મચારીઓ મોટેભાગે ગાયબ જ રહેતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ગરીબ અને અભણ આદિવાસીઓ માટે સરકાર આરોગ્ય માટે કરોડોનો ખર્ચ કરે છે. પરંતુ ગુલ્લીબાઝ તબીબી સ્ટાફની હકીકત જાણવા Zee 24 kalak ની ટીમ ડુંગરા ખુંદીને જિલ્લા મથકથી 100 કિલોમીટર દૂર આવેલ રોહિયાળ જંગલના આરોગ્ય કેન્દ્રનું રિયાલિટી ચેક હાથ ધરી છે. ત્યારે ચોંકવનારી હકીકત બહાર આવી હતી.
રાજ્ય સરકાર આદિવાસી પંથકમાં સુખાકારી માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. રાજ્યનાં છેવાડે આવેલ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો પ્રદેશ છે. આંતરિયાળ વિસ્તારોમાં સરકાર દ્વારા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આધુનિક સુવિધાસભર મકાનો અને ભૌતિક સુવિધાઓ ઉભી કરી છે. પરંતુ આરોગ્ય કેન્દ્ર પર આ વિસ્તારના ગરીબ આદિવાસી દર્દીઓની સારવાર માટે ફરજ પરના સ્ટાફ મોટેભાગે ગેરહાજર જ રહેતો હોય તેમ લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારી પણ જિલ્લામાં મેડિકલ સ્ટાફની અછત હોવાનો સ્વીકાર કરી રહયા છે.
જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું છે કે, મેડિકલ સ્ટાફની ઘટ છે. પરંતુ ચોંકવનારી બાબત છે કે, કપરાડાના જંગલ વિસ્તારમાં જે તબીબી સ્ટાફ નિયુક્ત કરાયો છે. તે મેડિકલ સ્ટાફ પણ હંમેશા ગેરહાજર રહેવાની ફરિયાદો વારંવાર ઉઠતી હોય છે ત્યારે Zee 24 kalak ની ટીમે વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તાર અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા રોહિયાળ જંગલ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રિયાલિટી ચેક કર્યું હતું. ZEE 24 KALAK ની ટીમેં જયારે જિલ્લા મથકથી 100 કિલોમીટર દૂર આવેલ આ પીએચસી સેન્ટરની મુલાકાત લીધી ત્યારે દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ જોવા મળ્યા હતા.
આરોગ્ય કેન્દ્ર પર ફરજ પરના 10 કર્મચારીઓમાંથી માત્ર 3 જ સ્ટાફ કર્મચારીઓ હાજર હતા. તેમાંથી એક માત્ર ફાર્મસિસ્ટ કર્મચારી અને અન્ય એક આરોગ્ય કેન્દ્રના વાહનોના ડ્રાઈવર અને એક વોર્ડબોય જ હાજર હતા. આ દવાખાના પર ઈમરજન્સીના દર્દીઓ પણ તબીબોની રાહ જોઈ રહ્યા હતા. જાણવા મળ્યું કે આરોગ્ય કેન્દ્ર પર સ્ટાફ નર્સ કે મેડિકલ ઓફિસર હાજર ન હતા. આ આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના મેડિકલ ઓફિસરને અન્ય જગ્યાનો પણ ચાર્જ હોવાથી આરોગ્ય કેન્દ્ર મોટેભાગે ભગવાન ભરોસે જ ચાલતું હોય તેમ દર્દીઓ જણાવી રહ્યા છે.
ફરજ પરના મેડિકલ કર્મચારી પોતાના સાથી કર્મચારીઓ અને મુખ્ય તબીબ રાજન પટેલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ ના મતે હંગામી નોકરીએ આવતા તબીબો થોડો સમય નોકરી કરીને નોકરો છોડી જતા રહે છે. તો ZEE 24 KALAK રિયાલિટીમાં એ પણ બહાર આવ્યું હતું કે, આ વિસ્તારમાં ઇન્ટરનેટ ન હોવાથી મેડિકલ સ્ટાફ ઓનલાઇન હાજરી આપવા બંધાયેલા નહતા. જેથી હોઈ એચ સી નો સ્ટાફ બિન્દાસ્ત ગુલ્લી મારી દર્દીઓને રામ ભરોસે છોડી ઘરે ભાગી જાય છે. ત્યારે હજારો રૂપિયા નો પગાર લેતા તબીબો અને મેડિકલ સ્ટાફ વિરિદ્ધ કડક કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે