પહેલાની સરકારમાં ખેડૂતો જમીન ગીરવે મુકતા ત્યારે સારવાર થતી આજે ફ્રીમાં સારવાર થાય છે
Trending Photos
ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ આજે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. પહેલા કોની સરકાર હતી બધાને ખબર જ છે અને પહેલા કોઈ ગામડાનો ખેડુત કે મજુરના પરીવારમા કોઇને બિમારી હોય તો શું થતું હતું તે પણ લોકો જ જાણે છે. આ લોકોને જમીન ગીરવે મુકીને શહેરમા સારવાર કરવા માટે લઈને આવતા હતા. સારવાર તો થતી પરંતુ પરીવાર દેવાદાર થતો અને વ્યાજ ભરીને આર્થિક પાયમાલ થઈ જતો હતો. બીજા પક્ષોની સરકારમા આ સ્થિતિ હતી અને આજે શું છે તે લોકો જોઇ જ રહ્યા છે.
મોટાભાગની બધી પ્રખ્યાત હોસ્પિટલ અમદાવાદ વડોદરા સુરત રાજકોટની જોડાઈ છે. એક જ હોસ્પિટલ એવી છે કે જે પ્રખ્યાત હોવા છતાં આમા નથી જોડાઈ અને તેના કારણો અલગ છે. PMJAY MA કાર્ડ સાથે અનેક મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો પણ જોડાઇ ચુકી છે. આપણે કહિએ શરત અને આપણે કહિએ એજ ટેંડર પર હોસ્પિટલો જોડાઇ રહી છે. અલગ અલગ બે વિમા કંપનીઓના અધિકારીઓ સાથે વાતચીતનો પણ નીતિન પટેલે ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામા ચિરંજીવી અને બાલ સખા યોજનાનો સમાવેશ કરવા મુદ્દે થયેલ ચર્ચાનો પણ ભાષણમાં ઉલ્લેખ કરાયો છે.
પહેલા એવુ હતુ કે, સુખી લોકોને સરકારી સેવાઓની જરુર નથી હોતી પરંતુ કોરોનામા બધાને સરકારી આરોગ્યની જ જરુર પડી હતી. સારવાર કરી અને વેક્સિન પણ લીધી છે. હું અને વિજયભાઈ બંને તો કોરોનાનાગ્રસ્ત થયા અને અમે સરકારી યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નીતિન પટેલે પુર્વ આરોગ્ય સચિવ જયંતિ રવિને પણ યાદ કર્યા હતા. પટેલે કહ્યું કે, જયંતિ રવિ દરખાસ્ત લાવ્યા હતા કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ બધાને મળે છે. તો મા વાતસલ્ય યોજના એમાં જોડવી જોઇએ.
અમે બધુ તપાસ્યું, ખર્ચ વધતો હતો, ભારત સરકારની મંજુરી જરુરી હતી તેથી ભારત સરકારના અધિકારીઓ પણ અહીંયા આવીને જોઈ ગયા અને તેમણે મંજુરી આપી હતી. કોંગ્રેસના વખતમા પડેલા ખાડા ભાજપના રાજમાં બધા ભરી દીધા છે. પહેલા કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામા વર્ણન કરે રસ્તાઓનુ કે ડિલિવરી માટે કોઈને લઈને જઇએ તો રશ્તામા જ ડિલિવરી થઇ જતી. અત્યારે અમે બધા રસ્તા સડસડાટ જવાય એવા કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે