IPL અગાઉ ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, આ વિસ્ફોટક ખેલાડીએ અચાનક સાથ છોડ્યો, ટીમ માટે કપરા ચઢાણ
IPL 2022 મેગા ઓક્શનમાં તમામ ટીમોએ જોરદાર બોલી લગાવી હતી જેથી ટીમમાં કોઈ કમી ન રહે. ગુજરાત ટાઇટન્સે પણ એકથી એક ચઢીયાતા ખેલાડીઓ ખરીદ્યા, તેમ છતાં ટીમનું સંતુલન બગડ્યું છે. મેગા ઓક્શનમાં ગુજરાતે ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ IPL સિઝન 15 શરૂ થવામાં હવે ટૂંક સમય જ બાકી રહ્યો છે. આ ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે. આ વખતે આઈપીએલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, જેના કારણે આ વખતે IPL ખૂબ જ રોમાંચક બની રહેવાની છે. IPL ટુર્નામેન્ટ સાથે જોડાયેલી બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સે પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરંતુ હાલ હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સને એક સૌથી મોટો ઝટકો લાગ્યો છે. IPL શરૂ થાય તે પહેલા જ ગુજરાતની ટીમ માટે ટેન્શન વધી ગયું છે.
2 કરોડના ખેલાડીને આપ્યો સૌથી મોટો ઝટકો
IPL 2022 મેગા ઓક્શનમાં તમામ ટીમોએ જોરદાર બોલી લગાવી હતી જેથી ટીમમાં કોઈ કમી ન રહે. ગુજરાત ટાઇટન્સે પણ એકથી એક ચઢીયાતા ખેલાડીઓ ખરીદ્યા, તેમ છતાં ટીમનું સંતુલન બગડ્યું છે. મેગા ઓક્શનમાં ગુજરાતે ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમને તેની પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ જેસન રોયે IPL 2022માંથી ખસી ગયો છે. ક્રિકઇન્ફોના સમાચાર મુજબ, જેસન રોયે ગત અઠવાડિયે જ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની ફ્રેન્ચાઇઝીને જાણ કરી છે.
ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધી
પ્રથમ વખત IPLનો ભાગ બનેલી ટાઇટન્સે જેસન રોયને ઓપનર તરીકે ટીમમાં સમાવ્યો હતો. ઓપનરના રૂપમાં ગુજરાત પાસે વધુ વિકલ્પ નથી. શુભમન ગિલ ટીમમાં ઓપનિંગ ખેલાડી તરીકે પહેલો વિકલ્પ છે પરંતુ હવે તેનો પાર્ટનર કોણ હશે તેની શોધ ટીમ માટે મોટો પડકાર બની ગઈ છે. જેસન રોય માટે ગુજરાત ટાઇટન્સ IPLની ચોથી ટીમ હતી. અગાઉ તે 2017માં ગુજરાત લાયન્સ, 2018માં દિલ્હી ડેરડેવિલ્સ અને 2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો.
બીજી વખત IPLમાંથી બહાર થયો આ ખેલાડી
આમ જોવા જઈએ તો આ પહેલીવાર નથી, આ બીજી વખત છે જ્યારે જેસન રોય IPLમાંથી ખસી ગયો છે. IPL 2020માં પણ જેસન રોયે અંગત કારણોસર ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય લીધો હતો. તેને 2020માં દિલ્હી કેપિટલ્સે રૂ. 1.5 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ અંગત કારણોસર તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જો તે આઈપીએલમાં રમે છે, તો તેણે ઓછામાં ઓછા બે મહિના સુધી તેના પરિવારથી દૂર રહેવું પડશે અને તે એવું ઈચ્છતો નથી.
બાયો બબલની IPL પર અસર
બાયો બબલ ખેલાડીઓ માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. બાયો બબલના કારણે ઘણા ખેલાડીઓ આઈપીએલમાંથી બહાર થઈ રહ્યા છે. IPL 2021માં ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટને પ્રથમ હાફમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે રાજસ્થાન રોયલ્સ ટીમ છોડીને ઘરે ગયો હતો. બાયો બબલ પહેલા ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસન અને એડમ ઝમ્પા પણ આઈપીએલમાંથી ખસી ગયા છે. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે બાયો બબલના કારણે આ વખતે આઈપીએલની હરાજી માટે પોતાનું નામ પણ મોકલ્યું ન હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે