જામનગર: 5 લોકોની અંતિમ યાત્રામાં આખો સમાજ ઉમટ્યો, દરેક રસ્તે લોકોએ હાર પહેરાવી વિદાય આપી
Trending Photos
મુસ્તાક દલ/જામનગર : જામનગરમાં ગઇકાલે એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. ત્યારે તમામની એકસાથે નીકળેલી પાંચેય લોકોની અંતિમયાત્રામાં વણિક સુખડિયા કંદોઇ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુખડિયા જ્ઞાતિના પ્રમુખને આ અંગે સાંત્વના પાઠવી હતી.
પાંચેય હતભાગીઓ પરિવારજનોની વણિક સમાજ દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જામનગર વણિક સુખડિયા કંદોઇ જ્ઞાતિની વાડીથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં જામનગર સહિત ગુજરાતભરમાંથી સુખડીયા જ્ઞાતિના લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા પહોંચ્યા હતા. અશ્રુભુનિ આંખે પાંચેયને વિદાય અપાઈ હતી. અંતિમ યાત્રા દરમિયાન રસ્તામાં અનેક લોકોએ મૃતકો પર હાર ચઢાવીને તેમના માટે પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જામનગરના કિશન ચોક પાસે દિપકભાઈ પન્નાલાલ સાકરીયા (ઉંમર 40 વર્ષ)નો આખો પરિવાર પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યો હતો. તેમની પત્ની આરતીબેન સાકરીયા (37 વર્ષ), દીકરી કુમકુમ સાકરીયા (10 વર્ષ), દીકરો હેમંત સાકરીયા (5 વર્ષ) અને માતા જયાબેન પન્નાલાલ સાકરીયા ( 80 વર્ષ) અને દિપકભાઈ ખુદ ઝેર પીધેલી હાલમાં મળી આવતા હતા. આ વાતની જાણ થતા જ ઉ.વ.૮૦)ના મૃતદેહો ઝેરી દવા પીધેલી હાલતમાં તેમના ઘરેથી મળી આવતા આસપાસના લોકોના ટોળા જામ્યા હતા. તાત્કાલિક 108 બોલાવાઈ હતી, પણ કોઈ પણ સભ્ય જીવિત રહ્યો ન હતો. સાકરીયા પરિવારે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દિપકભાઈની આવક માત્ર 10થી 15 હજાર જેટલી હતી, પરંતુ તેમની માતા જયાબેનની સારવાર માટે દર મહિને 25 હજાર જેટલો ખર્ચ થતો હતો. તો બીજી તરફ, દિપકભાઈના માટે બેંક લોન પણ હતી. ત્યારે મોટાપાયે દેવુ વધી જતા આ પગલુ ભર્યું હતું.
આ આત્મહત્યાના બનાવમાં ઘરના મોભી એવા પન્નાલાલ સાકરીયા જ બચી ગયા હતા. તેઓ ઉપરના રૂમમાં સૂતા હતા, ત્યારે તેમના પરિવારે નીચે મોતને વ્હાલુ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે