ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમળ ખીલ્યું, કોંગ્રેસ-આપના સૂપડા સાફ
Sthanik Swaraj Chutani Result 2025 : જૂનાગઢ મહાનગરપાલિકા, 68 પાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ.... ZEE 24 કલાક પર વહેલી સવારથી જુઓ સચોટ અને ઝડપી ચૂંટણીનું પરિણામ
Trending Photos
Gujarat Local Body Election Result Live : રાજ્યની પાલિકા અને પંચાયતની ચૂંટણીના આજે પરિણામ આવશે. પાલિકા-પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આજે પાંચ હજારથી વધુ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે. સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાનું ચૂંટણીનું પણ આજે પરિણામ આવશે. 68 નગરપાલિકાઓમાં કોનું શાસન આવશે તેનો થોડી જ ક્ષણોમાં નિર્ણય આવી જશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 58 ટકા જ મતદાન થયું છે. 213 બિનહરીફ થયેલી બેઠકો સિવાયની બેઠકોની મતગણતરી ચાલુ થયું છે.
જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાનું આજે પરિણામ આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતની 70થી વધુ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ઓછું મતદાન થવાના કારણે પરિણામમાં ઉલટફેરની શક્યતા વધુ છે. ચૂંટણી પહેલા જ નગરપાલિકાના ભાજપની 150 બેઠકો બિનહરીફ થઈ છે. સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિનહરીફ થઈ છે. કોંગ્રેસની 3 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે બાકીની બેઠકો માટે આજે પરિણામો આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે