આ વિસ્તારના ખેડૂતો માટે માઠા સમાચાર, મે મહિનામાં તોળાઈ રહ્યું છે મોટું જોખમ
બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ખેડૂતોને માંડ તીડથી છૂટકારો મળ્યો છે ત્યાં તો હવે ફરી માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી તીડ ત્રાટકવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘને આશંકા છે અને આ સમાચાર મળતા જ ગુજરાતના ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે.
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ખેડૂતોને માંડ તીડથી છૂટકારો મળ્યો છે ત્યાં તો હવે ફરી માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી તીડ ત્રાટકવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘને આશંકા છે અને આ સમાચાર મળતા જ ગુજરાતના ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે.
તીડ આ દાયકાનું સૌથી મોટું વૈશ્વિક કૃષિ સંકટ છે અને ફરી ગુજરાતમાં ત્રાટકી શકે છે. આ આશંકા વ્યક્ત કરી છે સંયુક્ત રાષ્ટ્રના ધ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને. રાજ્યના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે કે તીડ મે મહિનામાં ફરી ગુજરાતમાં આક્રમણ થઈ શકે છે. પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત અને રાજસ્થાનમાં તીડોનો સૌથી મોટો ખતરો છે જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં હાલથી જ ડરનો માહોલ સર્જાયો છે. કારણ કે ગત મે માસ પછી આ તીડે સમગ્ર બનાસકાંઠાના સરહદી વિસ્તારને બાનમાં લઈ કરોડોના પાકને નુકસાન પહોંચાડ્યું હતું અને તે ભયમાંથી હજુ ખેડૂતો બહાર નથી આવ્યાં.
જુઓ LIVE TV
ઈરાન અને આફ્રિકન હોર્ન ગણાતા દેશોમાં સારા વરસાદ ના કારણે અત્યારે ત્યાં જંગી પ્રમાણમાં તીડનું સર્વધન થયું છે. અને જ્યારે એફએઓએ તીડના આક્રમણની ચેતવણી આપી છે ત્યારે ભારત સરકારનો દાવો છે કે તે પણ સજ્જ છે. આ તીડનું ઝૂંડ 60 કિલોમીટર લાંબું અને 30 કિલોમીટર પહોળા વિસ્તારને આવરતું હશે તેથી નુકસાનીનો આંક પણ વધવાની આશંકા છે, પણ તીડ નિયંત્રણ કાર્યાલય આ તમામ સમસ્યાને પહોંચી વળવા સજ્જ હોવાનું આશ્વાસન આપ્યું છે.
તીડની સંખ્યા જ્યારે વધુ હોય છે ત્યારે તેને નિયંત્રણમાં લેવું અઘરુ બને છે પણ એ ત્યારે જ્યારે તેના આક્રમણ અંગે જાણ ન હોય, પરંતુ હાલ તો જ્યારે સંયુક્તસંઘે અગાઉથી જાણકારી આપી જ છે ત્યારે તેના માટે પહેલી જ તૈયાર રહેવું જ યોગ્ય ગણાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે