મહેસાણાના આ દાદામાં છે ગજબનો પાવર! 74 વર્ષની ઉંમરે રામનું નામ લઈ નીકળી પડ્યા
Ram Mandir : મોબાઈલમાં પડ્યા રહેતા જુવાનિયા આ દાદા પાસેથી શીખો! આ ઉંમર પર તેમનો જુસ્સો તેમને સાયકલ પર અયોધ્યા સુધી લઈ જશે...
Trending Photos
Sabarkantha News શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : 22મી જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના વિવિધ રાજ્યના અનેક લોકો ભાગ લેશે. ગુજરાતમાંથી ભગવાન રામ માટે અનેક ભેટ પણ અયોધ્યા જઈ રહી છે. ત્યારે આ યાદીમાં ભગવાન રામના એક અનોખા ભક્ત હાલમાં ચર્ચામાં છે... આ ભક્તનું નામ છે પ્રહલાદભાઈ પટેલ. મૂળ મહેસાણાના આસજોલના રહેવાસી પ્રહલાદભાઈ પટેલ 74 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે... અને આ ઉંમરે તેમણે મનમાં સંકલ્પ કર્યો કે હું સાયકલ લઈને અયોધ્યા જઈ. પછી શું જોઈએ? સંકલ્પને સાકાર કરવા માટે પ્રહલાદભાઈ પટેલે પોતાની સાયકલ ઉઠાવી અને તેના પર સામાન મૂકીને ચાલી નીકળ્યા. તેઓ અયોધ્યા તરફ પવનની ગતિએ સાયકલ ચલાવી રહ્યા છે. હાલમાં તેઓ રોજનું 110થી 120 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. પ્રહલાદભાઈને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે હું 2003થી ધર્મસ્થાનો પર જઈ રહ્યો છું... તેઓ આસજોલથી મહારાષ્ટ્રના શનિ શીંગળાપુર સતત 5 વર્ષ જઈ રહ્યા છે... તો કચ્છ-ભૂજના આશાપુરા, જૂનાગઢ, જૂના રણુજા તેઓ સાયકલ લઈને જઈ આવ્યા છે.
હાલમાં અયોધ્યા યુવાનો સાયકલ લઈને અને પગપાળા જઇ રહ્યા છે ત્યારે મહેસાણાના આસજોલથી 74 વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને અયોધ્યા નીકળ્યા હતા અને હિંમતનગરમાં રાત્રી રોકાણ કરી અયોધ્યા તરફ પવનની ગતિએ સાયકલ દોડાવી અને તે પણ યુવાનોને શરમાવે તેવા વૃદ્ધ સાયકલ લઈને નીકળ્યા છે.
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરી એ ભગવાન શ્રીરામનો પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને ગુજરાત સહીત દેશભરમાં તૈયારીઓ પુરજોશમાં જોવા મળી રહી છે.વિવિધ સંગઠનો ધ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ પૂર્ણ કરવા તરફ જોવા મળી રહ્યા છે.ત્યારે ભક્તિ અને શક્તિના સંચાર સાથે મહેસાણાના આસજોલ થી 74 વર્ષીય વૃદ્ધ અયોધ્યા જવા માટે સાયકલ લઈને નીકળ્યા છે.હિંમતનગર મોડી સાંજે આવી પહોચ્યા હતા અને રાત્રી રોકાણ કર્યા બાદ અયોધ્યા તરફ જવા પવનની ગતિએ સાયકલ દોડાવી હતી.ત્યારે મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકાના આસજોલ ગામના 74 વર્ષીય પ્રહલાદભાઈ જીવરામદાસ પટેલ જે 31 માર્ચ 1950 માં જન્મેલા છે.
તેમને પાટણ એસટી ડેપોમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવી હતી અને 2003 માં નિવૃત થયા બાદ સાયકલ લઈને ધર્મસ્થાનો પર જવું અને પાછા સાયકલ પર જ ઘરે પરત આવવાનો આગ્રહ રાખતા 74 વર્ષીય પ્રહલાદભાઈ આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ તેમનામાં જોવા મળી છે.તેઓ સાયકલ પ્રવાસે આસજોલ થી મહારાષ્ટ્રના શની શીગળાપુર,સતત પાચ વર્ષ,જુના રણુજા 2003 થી શરુ કર્યું માત્ર કોરોનાના સમયમાં બંધ કર્યું હતું,કચ્છ-ભુજમાં આશાપુરા ત્રણ વર્ષ ગયા,2017 થી જુનાગઢ પહોચી ત્રણ વખત દર્શન કરી પરત આવ્યા અને ત્રણ વખત પરિક્રમા પૂર્ણ કરીને આવ્યા છે.તો સૌરાષ્ટ્રમાં બગદાણા પાસેના ઊંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે એક વખત અને બહુચરાજી 25 વર્ષથી જાય છે.
આમ નિવૃત થયા બાદ પ્રહલાદભાઈ સાયકલ લઈને સોમવારે આસજોલ ગામેથી વાજતે ગાજતે નીકળ્યા હતા.જે મોડી સાંજે હિંમતનગર આવી પહોચ્યા હતા.તો રસ્તામાં જયશ્રીરામ જયશ્રીરામના નારા લગાવતા પવનની ગતિએ સાયકલ દોડાવતા જોવા મળ્યા હતા.આસજોલ થી અયોધ્યા 1280 કિમી છે ત્યારે રોજનું પ્રહલાદભાઈ 110 થી 120 કિમી કાપી રહ્યા છે.તો ચોપડીમાં રામ રામ ના મંત્ર ચાર વર્ષથી લખી રહ્યા છે.અને તમામ ધાર્મિક સ્થળો પર સાયકલ લઈને પ્રવાસ કરું છુ અને પરત પણ સાયકલ લઈને આવું છુ અયોધ્યા જવા નીકળ્યો છુ ભગવાન રામના દર્શન જયારે કરવા મળે ત્યારે કરીને પરત આવીશ.તો હિંમતનગરમાં રોકાણ કર્યા બાદ હિંમતનગર થી અયોધ્યા તરફ જવા શામળાજી ઉદેપુર નેશનલ હાઈવે 48 પર નીકળી પડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે