ડીઝલના વધતા ભાવ સામે જેતપુરમાં ખેડૂતોનો વિરોધ, સરકાર પાસે કરી રાહતની માગ
છેલ્લા 5 વર્ષની અંદર ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ ભારતમાં ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ છે. જયારે ખેડૂતોની ખેત પેદાશના ભાવ નીચે ગયા છે. જેને લઈ જેતપુર તાલુકાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો.
Trending Photos
નરેશ ભાલિયા/રાજકોટઃ એક તરફ અનલૉક-1માં ધીમે ધીમે આર્થિક ગતિવિધિઓ પાટા પર ચડી રહી છે તો બીજીતરફ સતત 21 દિવસથી પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી લોકોની હાલત કફોડી બની છે. તો આ ભાવ વધારાની અસર ખેડૂતો પર પણ પડી રહી છે. જેને લઈને ખેડૂતો વિરોધ પણ કરી રહ્યાં છે. હાલ ખેડૂતને અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ડીઝલના ભાવ બધાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતી કામમાં અત્યારે મોટાભાગે ટ્રેક્ટર નો ઉપયોગ થાય છે. પરંતુ છેલ્લા 21 દિવસમાં ડીઝલના ભાવમાં 11 રૂપિયાનો વધારો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેતી કામમાં વપરાતા ડીઝલમાં આવેલ ભાવ વધારાને લઈને ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. છેલ્લા 5 વર્ષની અંદર ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ ભારતમાં ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ છે. જયારે ખેડૂતોની ખેત પેદાશના ભાવ નીચે ગયા છે. જેને લઈ જેતપુર તાલુકાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો, અને અનોખો વિરોધ કર્યો હતો. સરદારપુરના ખેડૂતો એ પોતાના ખેતરમાં જ ભેગા થઈને ખેતી કામના ટ્રેકટરને દોરડાથી ખેંચીને પોતાની વ્યથા ઠાલવી હતી. ચારે બાજુથી મુશ્કેલીમાં ફસાયેલ ખેડૂત પાસે હવે ડીઝલના પૈસા ન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.
સતત 21માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાગી આગ, જાણો તમારા જિલ્લાનો ભાવ
ખેડૂતોએ ખેતરમાં જ કાગળના બેનર સાથે દેખાવ કરીને ટેક્સ ફ્રી ડીઝલ આપવાની માંગણી કરી હતી. એક તરફ ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળતા નથી જયારે ખેતીમાં વપરાતી વસ્તુ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. ત્યારે ખેડૂતોનો આક્રોશ સ્વાભાવિક છે અને ખેડૂતો આ તકે સરકાર પાસે ડીઝલ ટેક્સ ફ્રી કરીને રાહતની માગ કરી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે