Rajyasabha Election: રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખે, જાણો શું છે મોટું કારણ
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ પૂરતું ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. રાજ્યસભાની 3 બેઠક પર 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેને પગલે ભાજપ એક્શનમાં જોવા મળી રહી છે અને ગમે તે ક્ષણે ત્રણ બેઠકો પર નામો જાહેર થઈ શકે છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉભા રાખે. જી હા... ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ પૂરતું ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. રાજ્યસભાની 3 બેઠક પર 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેને પગલે ભાજપ એક્શનમાં જોવા મળી રહી છે અને ગમે તે ક્ષણે ત્રણ બેઠકો પર નામો જાહેર થઈ શકે છે.
આપને જણાવીએ કે, વર્તમાન 11 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપ પાસે છે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉતરગુજરાતમાં નેતાને ભાજપે રાજ્યસભામાં મોકલ્યા છે અને હવે દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતને તક મળે તેવી પ્રબળ શકયતાઓ પણ વર્તાઈ રહી છે. ભાજપ પાસેની 8 બેઠકોમાંથી 3 સાંસદ સૌરાષ્ટ્ર અને 3 સાંસદ ઉત્તર ગુજરાતના છે જ્યારે એક સાંસદ અમદાવાદ અને એક અન્ય રાજ્યના છે. ત્રણ બેઠકો પર હાલ એક વિદેશમંત્રી એસ જયશકર ટર્મ પૂર્ણ થઈ રહી છે અને એસ.જયશંકરને રિપીટ કરે તેબી પ્રબળ શકયતાઓ પણ છે. અન્ય બે બેઠકોમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાના સ્થાને અન્ય નામોની શક્યતાઓ પણ છે.
નોંધનીય છે કે, રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન, ડેરેક ઓબ્રાયન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને શાંતા છેત્રીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થશે. આ ઉપરાંત ગુજરાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, દિનેશ અનાવાડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પડ્યું છે. નોમિનેશનની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ છે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે