લોકસભા-વિધાનસભામાં ફરજીયાત 50 ટકા મહિલાઓને ટીકીટ આપોઃ રેશ્મા પટેલ

લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 50 ટકા અનામત મળવી જોઇએ તેવી માંગણી રેશમા પટેલે કરી હતી. રાજકારણમાં મહિલાઓને સરખી ભાગીદારી મળે તેવી માગ સોશિયલ મીડિયા પર મહિલાએ કરી હતી. 

લોકસભા-વિધાનસભામાં ફરજીયાત 50 ટકા મહિલાઓને ટીકીટ આપોઃ રેશ્મા પટેલ

અમદાવાદ: થોડા દિવસ અગાઉ ભાજપ સામે ત્રણ રાજ્યોની હારને લઇ બળવો કરનાર રેશમા પટેલે ફરીથી સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ પોસ્ટ કરી છે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 50 ટકા અનામત મળવી જોઇએ તેવી માંગણી રેશમા પટેલે કરી હતી. રાજકારણમાં મહિલાઓને સરખી ભાગીદારી મળે તેવી માગ સોશિયલ મીડિયા પર મહિલાએ કરી હતી. 

રેશમા પટેલે ફેસબુક પર લાંબી પોસ્ટ કરતા જણાવ્યું હતું કે ઉચ્ચ સ્થાને હજી મહિલાઓની અવગણના થાય છે. ગુજરાતની 182 વિધાનસભામાં મહિલાઓને માત્ર 12 થી 13 ટીકીટ આપવામાં આવી છે. રાજ્યમાં મહિલા સશકિતકરણની માત્ર વાતો થાય છે તેવું રેશમા પટેલે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું. લોકસભા-વિધાનસભામાં મહિલાઓને 50 ટકા ભાગીદારી અપાશે ત્યારે મહિલા સશકિતકરણને ખરા અર્થમાં મહત્વ મળશે તેવી રેશમા પટેલે પોસ્ટ કરી હતી. 

હું દરેક મહિલાઓને આહવાન કરું છું કે રાજનીતિમાં 50 ટકા ભાગીદારી માંગો.

મહિલા સશક્તિકરણની માત્ર પક્ષ વાતો જ કરે છે અને ચુંટણી સમયેજ મહિલાઓની યાદ આવે છે અને મહિલા અધિવેશનો થાય છે. મહિલાઓને કથપુતળી સમજી માત્ર ગ્રાઉન્ડવર્કમાં લોકોની ભીડ જમાં કરવાનું કાર્ય સોંપવામાં આવે છે. બાકી જ્યારે ઉચ્ચ સ્થાનની વાત આવે ત્યારે ઘોર અવગણના થાય છે. ગુજરાતનું જ ઉદાહરણ લઈએ તો 182 વિધાનસભામાં થી મહિલાઓને માત્ર 12..13 ટીકીટો આપી મહિલાઓની રાજકીય ભાગીદારી માં રમતજ રમેં છે. 15 મહિનાની નાની એવી ફૂલ જેવી દીકરીઓ પર બળાત્કાર કરવાની નરાધમોની વધતી હિંમતની પાછળ કારણભૂત કોણ? સમાજ, રાજકારણ કે મહિલા સશક્તિકરણની ખોખલી વાતો?બે-ચાર રાજકીય મહિલાઓના ઉદાહરણ આપી માત્ર રાજકીય સશક્તિકરણની વાતો કરતી સરકારને મારે એટલુંજ કેવું છે કે તમે સાચે 50% મતદાતાઓ એવી  મહિલાઓને સશક્ત બનાવવા માંગતા હોય તો 50% મહિલા અનામત બિલ પાસ કરી રાજકારણના દરેક ક્ષેત્રમાં મહિલાઓના હક ને સુરક્ષીત કરો, લોકસભા-વિધાનસભામાં મહિલાઓ ને 50% ભાગીદારી આપશો ત્યારેજ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ ને મહત્વ આપ્યુ કહેવાય. જય હિંદ - રેશ્મા પટેલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news