પીપળાના ઝાડ પર પાણી ચઢાવાથી કોરોનાથી બચશો.. આ મેસેજથી દોડતી થઈ મહિલાઓ....

સરકાર અને તંત્ર દ્વારા વારંવાર કોરોના (corona virus) થી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અપીલ કરવામાં આવે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર પોતાના સંબોધનમાં આ વાત કહી રહ્યા છે. તેમ છતાં સરકારની આ અપીલને લોકો ઘોળીને પી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) કી ઐસી કી તૈસી વિચારીને લોકો પોતાનું ધાર્યું કરી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને કારણે અફવાઓનું જોર વધ્યું છે. આવામાં વડોદરા (vadodara) ના નાગરવાડા વિસ્તારમાં એક અફવા વહેતી થઈ હતી, જેને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને લોકડાઉનનો ભંગ કર્યો હતો. આવામાં સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. 
પીપળાના ઝાડ પર પાણી ચઢાવાથી કોરોનાથી બચશો.. આ મેસેજથી દોડતી થઈ મહિલાઓ....

રવિ અગ્રવાલ/વડોદરા: સરકાર અને તંત્ર દ્વારા વારંવાર કોરોના (corona virus) થી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અપીલ કરવામાં આવે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર પોતાના સંબોધનમાં આ વાત કહી રહ્યા છે. તેમ છતાં સરકારની આ અપીલને લોકો ઘોળીને પી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) કી ઐસી કી તૈસી વિચારીને લોકો પોતાનું ધાર્યું કરી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને કારણે અફવાઓનું જોર વધ્યું છે. આવામાં વડોદરા (vadodara) ના નાગરવાડા વિસ્તારમાં એક અફવા વહેતી થઈ હતી, જેને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને લોકડાઉનનો ભંગ કર્યો હતો. આવામાં સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. 

વડોદરામાં કોરોનાને લઈ અફવાનું જોર વધ્યું છે. આવામાં ગઈકાલે રાત્રે નાગરવાડા વિસ્તરમાં આવેલ બળિયાદેવના મંદિરે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ હતી કે, મંદિરમાં આવેલ પીપળાના ઝાડ પર પાણી ચઢાવશો તો કોરોનાથી બચી શકાશે. પીપળાને પાણી પીવડાવવાથી કોરોનામાં રાહત મળે છે તેવી વાત શુક્રવારે સાંજે વહેતી થતા નાગરવાડા વિસ્તારમાં આવેલ એક મંદિરમાં મહિલાઓના ટોળા ઉમટી પડ્યા હતા. અફવા ઉડતા જ મંદિરે લોક ટોળાં એકઠાં થયા હતા. મહિલાઓ ઘડામાં પાણી લઈને મંદિરે પહોંચી હતી અને પીપળ પર પાણી ચઢાવ્યું હતું. આ ઘટના બાદ વડોદરા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ દોડી આવીને તમાને મંદિરથી ભગાવ્યા હતા અને મંદિર તાત્કાલિક બંધ કરાવ્યું હતું. મહિલાઓના ટોળાને વિખેરવાનો પ્રયાસો 
કર્યો હતો.

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરાઈ છે. સાથે જ કોરોનાથી બચવા માટે સ્વાસ્થય માટે શું શું કરવુ તેની પણ સતત સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતા કેટલાક લોકો આવા ગેરમાર્ગે દોરાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખવામાં આવે તો કોરોનાને પ્રસરતા વાર નહિ લાગે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news