સુરક્ષિત નથી ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકાંઠો, અહીં મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો
Trending Photos
ગુજરાત : ઈન્ડોનેશિયામાં શનિવારે આવેલ સુનામીમાં મરનારાઓનો આંકડો 281 પર પહોંચી ગયો છે, તો 1000થી વધુ લોકો ઘાયલ છે. આ સાથે જ હજી પણ ઈન્ડોનેશિયાના માથે સુનામીનું સંકટ તો તોળાઈ જ રહ્યું છે. હજી સુનામી આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ત્યારે આવા સમયમાં ભારતમાં આવેલી સુનામી યાદ આવી ગઈ છે. પરંતુ ભારતમાં હજી સુનામી નામના ખતરો માથે મંડરાઈ રહ્યો છે. ભારતના અનેક દરિયા કાંઠે સુનામી આવી શકે છે, જેમાં ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પણ બાકાત નથી. ભારતના દરિયા પર ગ્લોબલ વોર્મિંગને કારણે આ સદીના અંત સુધી સમુદ્રનું જળ સ્તર 3.5 ઈંચથી 34 ઈંચ (2.8 ફૂટ) સુધી વધી શકે છે. મુંબઈ સહિત પશ્ચિમી તટ અને પૂર્વીય ભારતના પ્રમુખ ડેલ્ટાઓમાં આ સૌથી મોટો ખતરો હોઈ શકે છે. આ માહિતી ગત શુક્રવારે સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવી હતી. દરિયાની જળસપાટીમાં વધતા મુંબઇ, કચ્છ, ખંભાતનો અખાત, કેરળમાં સૌથી વધુ અસર થશે. ગ્લોબલ વૉર્મિંગની અસરને લીધે જળસપાટી વઘી રહી છે. અત્યાર સુધીમાં 35 ટકા જેટલો દરિયાકાંઠો ખવાઈ ગયો છે.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, પણ નલિયામાં ઘટી
સરકારે હૈદરાબાદ સ્થિત નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસના હવાલાથી લોકસભામાં જણાવ્યું કે, મુંબઈ અને અન્ય પશ્ચિમી કિનારા જેમ કે, ખંભાત, કચ્છ, કોંકણના કેટલાક ભાગ તથા દક્ષિણ કેરળમાં સમુદ્ર સ્તર વધી જવાને કારણે સૌથી વધુ ઝપેટમાં આવી શકે છે. સમુદ્ર સ્તર વધવાથી સૌથી મોટો ખતરો એ છે કે, તેનાથી રિવર સિસ્ટમ પૂરી પૂરી બગડી શકે છે. આવામાં ભારતીય ખાદ્ય સુરક્ષા પર તેની સૌથી વધુ અસર પડશે.
પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એડેકમી ઓફ સાયન્સિસ નામના જનરલમાં ઉલ્લેખાયેલ એક સ્ટડીમાં બતાવાયું કે, ગત 25 વર્ષોમાં સમુદ્રનું જળસ્તર વધવાનું કારણ માત્ર કુદરતી જ નથી, પરંતુ માનવીય ગતિવિધિઓ પણ થયેલું છે. વિશ્વના અનેક હિસ્સા, જ્યાં સમુદ્રી જળસ્તરમાં વધારો થયો છે, ત્યાં આ ભય વધી શકે છે અને તેનું કારણ જળવાયુનું ગરમ થવું છે.
જુનાગઢ : મહિલા ફોરેસ્ટ ઓફિસરને સિંહ સાથેની સેલ્ફી લેવાનું ભારે પડ્યું
પર્યાવરણ રાજ્ય મંત્રી મહેશ શર્માએ આ મામલે કહ્યું કે, દેશના સમુદ્રી ક્ષેત્રો અને સમુદાયોની સુરક્ષા માટે સક્રિય પગલુ ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ મામલે પગલા લેતે અમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદોશના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીઝ - કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અધિસૂચના 2011 અને આઈલેન્ડ પ્રોટેક્શન ઝોન અધિસૂચના 2011ને લાગુ અને કાર્યશીલ કરી રહ્યાં છે.
12 નબીરાઓને દારૂ-હુક્કાની મોજ કરવી ભારે પડી, પહોંચી ગઈ પોલીસ
ખતરાની ઘંટડી
સમુદ્રનું સ્તર વધવાથી ભારતના ખાદ્ય સુરક્ષા પર પણ ખતરો વધશે. કારણ કે ,કરોડો લોકો સીધી રીતે નદીના પાણી પર નિર્ભર છે. સંભવિત પૂરથી જનજીવન પર અસર પડી શકે છે. સમુદ્રનું સ્તર વધવાથી નદીની સિસ્ટમ ખોરવાશે. જેને કારણે પૂરનું સંકટ આવી શકે છે. પાણીની માંગ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોએ એક રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે, દક્ષિણ ભારત 2050 સુધી પાણીની અછતનો સૌથી વધુ સામનો કરશે. તેનો મતલબ એ છે કે, વરસાદ, પૂર અને સુનામી જેવી કુદરતી આપદાઓને કારણે દેશમાં જળસ્તર વધી શકે છે.
સરકારે આ માહિતી પણ આપી છે કે, પૂર્વીય તટ પર ગંગા, કૃષ્ણા, ગોદાવરી, કાવેરી અને મહાનદીના ડેલ્ટાઓને ખતરો પેદા થઈ શકે છે. સાથએ જ અનેક શહેરી અને વસ્તીઓ પર સંકટ આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે