યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો : ડમી કાંડમાં સરકારના આ પૂર્વ શિક્ષણ મંત્રીનું લીધું નામ

Bhavnagar Dummy Kand : યુવરાજસિંહ જાડેજાનો SOG સમક્ષ હાજર થતાં પહેલાં મોટો આરોપ... રાજકીય કિન્નાખોરીના કારણે મારા પર થઈ રહી છે કાર્યવાહી...  જિતુ વાઘાણી અને અસિત વોરાના નામનું પણ સમન્સ નીકળે...    

યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો : ડમી કાંડમાં સરકારના આ પૂર્વ શિક્ષણ મંત્રીનું લીધું નામ

Yuvrajsinh Jadeja : યુવા નેતા યુવરાજસિંહને હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે તેમની તબિયત લથડી હતી. જે બાદ SOGએ ફરી હાજર થવા સમન્સ પાઠવતા આજે તેઓ SOG સમક્ષ હાજર થવાના છે. ત્યારે તે પહેલા યુવરાજસિં જાડેજાએ મોટો ધડાકો કર્યો છે. યુવરાજ સિંહે કહ્યું કે, મેં 30 લોકોના નામ, જેઓએ કૌભાંડ કર્યું અને તેમાં સહયોગ આપ્યો તે તમામ લોકોના નામ આ કવરમાં બંધ છે. અનેક લોકો બચવા માંગે છે. પૂર્વ મંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રી અને હાલના વર્તમાન મંત્રી પણ આ કૌભાંડને દબાબબા માંગે છે. 

તેમણે કહ્યું કે, આ મુદ્દો હાલનો નથી, 2004 થી ચાલતો મુદ્દો છે. ડમી કાંડથી અનેક લોકો આજે ઓફિસર અને ડોક્ટર બની ગયા છે. ભાવનગરમાં રહેલા જે રાજનેતાઓ છે, જે હાલ વર્તમાનમાં સત્તા પક્ષમાં બેસેલા છે તેવા લોકો રાજદ્વેષ રાખી પ્રકરણને ખોટી હવા આપી રહ્યાં છે. જે પણ રાજનેતા કૌભાંડીઓને બચાવવાના પ્રયાસ કરીર હ્યાં છે. મારું સમન નીકળતુ હોય તો, અવધેશ, અવિનાશ અને જશુ ભીલનું પણ સમન નીકળવું જોઈએ. અસીત વોરાનું પણ સમન નીકળવુ જોઈએ. તેમના સમળકાળ દરમિયાન કૌભાંડો થયો હતો. સમન પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ નીકળવુ જોઈએ. 

જો મારું નામ આવતુ હોય તો અસિત વોરાનું પણ નામ આવશે. પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ, મંત્રી જીતુ વાધાણીનું પણ નામ આવશે. મારું નિવેદન લેવામાં આવતું હોય તો એ સમયે તેઓ શિક્ષણ મંત્રી હતા. તેમના નેજા હેઠળ કૌભાંડો થયા તો એ પણ તેનાથી બચી ન શકે. તમામ લોકો આ પ્રકરણ સાથે સંકળાયેલા છે. અમે સવાલે અને જવાબોથી ભાગીશું નહિ. આ રાજકીય ષડયંત્ર છે, અમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચૂંટણીમાં ટિકિટ સમયે પણ દબાવવાનો પ્રયાસ થયો હતો. જે તે સમયે ઓફર લઈને પણ આવ્યા હતા. 

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, મારા પર આક્ષેપો લગાવો છે, તો રાજકીય હાથો બનનાર લોકોને પણ બોલાવવામાં આવે. કોઈ પ્રકારનો આર્થિક વ્યવહાર મારા થકી થયો નથી. રાજકીય દોરી સંચાર થઈ રહ્યો છે, પ્રદીપસિંહ જાડેજાએ એસઆઈટીમાં મને સ્થાન આપ્યુ હતું. હાલ એસઆઈટીની રચનામાં શા માટે અમને સ્થાન અપાતુ નથી, અને મારા પર આક્ષેપ મૂકાયા છે. નિવેદન એકલા યુવરાજસિંહનું શા માટે લેવાય છે. મેં અનેક પુરાવા આપ્યા છે, કૌભાંડો બહાર પાડ્યા, કોઈની સામે કંઈ ન થયું. સરકારને મારાથી તકલીફ છે. હુ તેમનો ખેસ પહેરીને બેઠો હોત તો તકલીફ ન પડી હોત. મેં ખેસ નથી પહેર્યો તેથી મને આ તકલીફ પડી છે. 

તેમણે કહ્યું કે, મારી પાસે જે આધાર પુરાવા છે તે યોગ્ય જગ્યાએ રાખવા અને લોકો સુધી પહોંચે તે માટે મારા નજીકના લોકોને મારા વારસદાર નિમ્યા છે. જે મારા પાંચ પાંડવ છે. જે મદદે આવે છે. આજ નહિ તો કાલે મને પતાવી દેવામાં આવશે. હિટ એન્ડ રન થશે, મને મારી નાંખવામાં આવશે. આ કૌભાંડને ભૂતકાળ બનાવવા છે. વિદ્યાર્થીઓ આવનાર પેઢીનું ભવિષ્ય છે. 

આ સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની હત્યાનો ડર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે, મારી હત્યા કરવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news