સરકારનો હાથ થોડો ભીડમાં આવ્યો, તમામ વિભાગોને કરકસર કરવા આપી સુચના,તમામ નવી ખરીદી બં

કોરોનાને કારણે સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનનાં કારણે અર્થતંત્ર પર ખુબ જ ખરાબ અસર પડી છે. જેના કારણે હવે ઉદ્યોગો અને લોકોને રાહત આપવા માટે સરકારો દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જો કે તેના કારણે સરકારોની આર્થિક સ્થિતી બગડી રહી છે. વિવિધ યોજનાઓની રકમ પુરી પાડ્યા બાદ સરકારનો હાથ હવે થોડો ટાઇટ થઇ ગયો છે. જેના કારણે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને તમામ વિભાગોને ખર્ચાઓમાં કાપ મુકવા માટે જણાવ્યું છે. 
સરકારનો હાથ થોડો ભીડમાં આવ્યો, તમામ વિભાગોને કરકસર કરવા આપી સુચના,તમામ નવી ખરીદી બં

ગાંધીનગર : કોરોનાને કારણે સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનનાં કારણે અર્થતંત્ર પર ખુબ જ ખરાબ અસર પડી છે. જેના કારણે હવે ઉદ્યોગો અને લોકોને રાહત આપવા માટે સરકારો દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જો કે તેના કારણે સરકારોની આર્થિક સ્થિતી બગડી રહી છે. વિવિધ યોજનાઓની રકમ પુરી પાડ્યા બાદ સરકારનો હાથ હવે થોડો ટાઇટ થઇ ગયો છે. જેના કારણે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને તમામ વિભાગોને ખર્ચાઓમાં કાપ મુકવા માટે જણાવ્યું છે. 

- સરકારનાં કોઇ પણ વિભાગમાં હવે નવા વાહનો ખરીદવામાં નહી આવે. જે વાહનો ખરીદવાની મંજૂરી મળી ચુકી છે પરંતુ ખરીદાયા નથી તેની ખરીદી પણ અટકાવી દેવા આદેશ. આગામી માર્ચ 2021 સુધી કોઇ વાહન ખરીદી શકાશે નહી
- મંજૂરી મળી હોય તેવા ભાડેથી આઉટ સોર્સિંગથી કોઇ નવા વાહનો રાખવાને પણ મંજૂરી
-નવી મશીનરી અને નવા સાધનોની ખરીદી પર પ્રતિબંધ. ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન, એર કંડીશનર તથા કોઇ પણ અન્ય અન્ય મશીનરી ખરીદવા પર માર્ચ 2021 સુધી પ્રતિબંધ

- અધિકારીઓ અને કર્મચારીઓને પણ મળતી સરકારી સુવિધા જેવી કે, એરકંડીશન, કુલર, ફર્નિચર, કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલ અથવા વાહન જેવી બાબતોમાં પ્રમાણસર વપરાશની સુચના આપવામાં આવી છે. 
- કોઇ પણ પ્રકારનુ ફર્નિચરનું કામ હાલ પુરતુ બંધ રાખવા અને ટેન્ડર બહાર પાડ્યા હોય તો તે સ્થગિત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 
- સરકારી કચેરીઓમાં વિજળીનાં કરકસર યુક્ત ઉપયોગની સુચના અપાઇ છે. તમામ કચેરીઓએ હવેથી માસિક વિજબિલમાં ઘટાડો થાય તેવા પ્રત્યત્નો કરવાનાં રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news