અંબાજી ભાદરવી પૂનમ મેળો 2018: જિલ્લા કલેક્ટરે રથ ખેંચી કર્યો મેળાનો પ્રારંભ

19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી ચાલતા આ સાત દિવસના મેળામાં ગુજરાતના ખુણે ખુણેથી ભાવી ભક્તો ચાલીને માઁ અંબાના દર્શન કરવા આવતા હોય છે

અંબાજી ભાદરવી પૂનમ મેળો 2018: જિલ્લા કલેક્ટરે રથ ખેંચી કર્યો મેળાનો પ્રારંભ

અંબાજી: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા પહેલા મા અંબાની આરતી કરવામાં આવી ત્યારબાદ તેઓએ રથ ખેંચીને આ મેળાનો પ્રારંભ કર્યો હતો. 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી ચાલતા આ સાત દિવસના મેળામાં ગુજરાતના ખુણે ખુણેથી ભાવી ભક્તો ચાલીને મા અંબાના દર્શન કરવા આવતા હોય છે. પૂનમના મેળામાં આવતા લોકોની સુરક્ષાને લઇ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(જિલ્લા કલેક્ટર પ્રદીપ શેજુલ દ્વારા માઁ અંબાની આરતી કરી હતી)

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો જિલ્લા કલેક્ટર પ્રદીપ શેજુલ દ્વારા રથ ખેંચની પ્રાંરભ કરવામાં આવ્યો છે. મા અંબાના દર્શને પગપાળા આવતા ભક્તોએ બોલ માડી અંબે જય જય અંબેનાં નાદ સાંભળવા મળી રહ્યો છે. અંબાજીમાં આ મેળાને લઇ છેલ્લા 5 દિવથી બજારો બંધ હતા. ત્યારે ગઇકાલે મેળાને લઇ મોડી રાતના વેપારીઓ દ્વારા હર્ષઉલ્લાસ સાથે બજાર શરૂ કરી કરવામાં આવ્યા હતા. બજારો શરૂ થવાની સાથે જ મેળામાં આવતા ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

(જિલ્લા કલેક્ટર પ્રદીપ શેજુલે માઁ અંબાનો રથ ખેંચી મેળાનો પ્રારંભ કર્યો)

સાત દિવસ ચાલતા આ મેળામાં આવતા ભક્તો મા અંબાના દર્શન કરી શકે માટે આરતીના સમયમાં ફરેફાર કરવામાં આવ્યા છે. સામાન્ય દિવસમાં મા અંબાની આરતી સવારે 7 કલાકે શરૂ કરવામાં આવતી હતી જે મેળાના પ્રાંરભ બાદ આરતીનો સમય સવારે 6:15 વાગ્યાથી શરૂ કરી ને 6:45 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. ત્યારબાદ સવારે 6:45થી 11:30 સુધી ભક્તો મા અંબાના દર્શન કરી શકે માટે મંદિર ખુલ્લું મુકવામાં આવશે.

(માઁ અંબાના દર્શને ઉમટ્યા ભાવી ભક્તો)

બપોર 12:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી પણ ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. જ્યારે સાંજની આરતીનો સમય 7:00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જ્યારે ભક્તો સાંજે 7:30 વાગ્યાથી રાત્રીના 1:30 વાગ્યા સુધી મા અંબાના દર્શન કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news