અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માત, ડ્રાઇવરનું મોત, કલાકો સુધી ટ્રાફિક જામ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બુધવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. 

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માત, ડ્રાઇવરનું મોત, કલાકો સુધી ટ્રાફિક જામ

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડ્રાયવરનું મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ કારણે લાગી આગ
પ્રાપ્ત વિગત અનુસાર રાત્રે 9 કલાક આસપાસ નડિયાદથી અમદાવાદ એક ટ્રેલર આવી રહ્યું હતું, આ દરમિયાન રસ્તા પર ઉભેલા આઇસરની પાછળ ટ્રેલર ટકરાતા આ અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે ટ્રેલરની કેબિનમાં રહેલો સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગને કારણે ડ્રાઇવર જીવતો સળગી ગયો હતો.

આ દરમિયાન પાછલથી આવી રહેલા અન્ય ટ્રકના ડ્રાઇવરે અકસ્માતથી બચવાના પ્રયાસમાં સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો. તેનો ટ્રક રોડની બીજી તરફ પટકાયો હતો. જેના કારણે ઓઇલ રસ્તા પર ઢોળાયું હતું અને અકસ્માત થયો હતો.

આ અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અમદાવાદના ફાયર ઓફિસર ઓમ જાડેજા સહિતની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો અને તમામ વાહનોને ક્લિયરસન્સ કરી ટ્રાફિક ખોલવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news