હાથમાં બંદૂક લઈને આ બે ગુજરાતણો નીકળી પડી ઈઝરાયેલ માટે યુદ્ધ લડવા, માણાવદરનું નામ રોશન કર્યું

Israel Hamas war : ઈઝરાયેલની આર્મીમાં સૌરાષ્ટ્રના માણાવદરની બે દીકરીઓ સેવા બજાવી રહી છે.... તેમનો પરિવાર વર્ષો પહેલા ઈઝરાયેલ સ્થાયી થયો હતો  
 

હાથમાં બંદૂક લઈને આ બે ગુજરાતણો નીકળી પડી ઈઝરાયેલ માટે યુદ્ધ લડવા, માણાવદરનું નામ રોશન કર્યું

Israel Palestine conflict : ઈઝરાયેલ પેલેસ્ટાઇન યુદ્ધનો આજે ચોથો દિવસ છે. જેમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ઈઝરાયેલના 900 વધુ લોકોના મોત અને 2700 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે કે, પેલેસ્ટાઇનના 560 લોકોના મોત અને 2400થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. હાલ બંને દેશોમાં ભરેલા લાવા જેવી સ્થિતિ છે. જમીન પર મિસાઈલ ફૂટી રહી છે, અને આકાશમાં ધુમાડા ઉડી રહ્યા છે. યુદ્ધ વચ્ચે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે આ ભીષણ યુદ્ધ વચ્ચે હાથમાં બંદૂક લઈને આ બે ગુજરાતણો ઈઝરાયેલ માટે યુદ્ધ લડવા નીકળી પડી છે. 

જુનાગઢના માણાવદર તાલુકાના કોઠડી ગામના પરંતુ વર્ષોથી ઈઝરાયેલ સ્થાઈ થયેલ પરિવારની બે દીકરીઓ હાલ ઈઝરાયેલ આર્મીમાં ફરજ બજાવે છે. પ્રાથમિક માહિતી મુજબ જીવાભાઈ મુળિયાસીયા અને સવદાસભાઈ મુળિયાસીયા બંને વર્ષો પહેલા ઇઝરાયલ જતા રહ્યા હતા. આ સાથે તેઓને ઇઝરાયલનું નાગરિત્વ પણ મળ્યું છે. આ બંને ભાઈઓની દીકરીઓ હાલ ઇઝરાયલ આર્મીમાં ઓફ્સિર તરીકે ફરજ બજાવે છે. હાલની યુધ્ધની સ્થિતિએ પણ બંને બહેનો ફરજ બજાવી રહી છે. 

ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરે છે. કેટલાક વેપાર, તો કેટલાક અભ્યાસ અર્થે, તો કેટલાક નોકરી માટે ઈઝરાયેલમાં સ્થાયી થયા છે. તો વર્ષોથી ઈઝરાયેલ જઈને વસ્યા હોય તેવા અનેક ગુજરાતી પરિવારો છે. ઈઝરાયેલમાં એક એવો નિયમ છે કે, એક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીમાં જોડાવાનું હોય છે. તેથી જીવાભાઈ અને સવદાસભાઈની દીકરીઓ આર્મીમાં ફરજ બજાવે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 10, 2023

 

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ચોથો દિવસ છે. બંને તરફથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. એર સ્ટ્રાઈક અને બોમ્બવર્ષાનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. ઈઝરાયેલ અને હમાસ બંનેમાંથી કોઈ ઝૂકવા તૈયાર નથી. હમાસે ઈઝરાયેલને ધમકી આપી છે કે, જો તે બોમ્બ વરસાવવાનું બંધ નહીં કરે તો તે ઈઝરાયેલના લોકોને એક-એક કરીને કિડનેપ કરશે અને મારી નાંખશે. જો કે, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂએ પણ પીછેહઠ કરવાનો ઈન્કાર કર્યો છે. સાથે જ નેતાન્યાહૂએ હમાસને કડક ચેતવણી પણ આપી છે. ઈઝરાયેલે પોતાના નાગરિકોને 3 દિવસ ચાલે એટલું પાણી અને ભોજન તેમજ નાસ્તો સહિતની વ્યવસ્થા તૈયાર રાખવાની સૂચના આપી છે.ઈઝરાયલે તેની સેનાને સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 10, 2023

 

 ઈઝરાયલે ગાઝા બોર્ડર પર 1 લાખ સૈનિકો તહેનાત કર્યા છે. સાથે જ 3 લાખ સૈનિકોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ પણ અધિકારીઓને ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, વીજળી અને ઈંધણનો પુરવઠો રોકવાનો આદેશ આપ્યો છે. આ યુદ્ધમાં ન માત્ર પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ પરંતુ અન્ય દેશના નાગરિકોને પણ જીવ ગયા છે. 9 અમેરિકન અને 10 બ્રિટિશ નાગરિકોએ યુદ્ધમાં જીવ ગુમાવ્યા છે અને હજુ પણ યુદ્ધ અટકે એવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી. આ બધા વચ્ચે ચિંતાજનક સમાચાર એ પણ છે કે, ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાં મોતનો આંકડો વધ્યો છે. ઇઝરાયેલના 900 વધુ લોકોના મોત અને 2700 થી વધુ ઇજાગ્રસ્ત છે તો પેલેસ્ટાઇનના 560 લોકોના મોત અને 2400થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news