વાહન ચાલકોને રાહત, લાયસન્સ અને આરસી સહિતના દસ્તાવેજોની વેલિડિટી 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ
કોરોના કાળને ધ્યાનમાં રાખતા સરકારે વાહન ચાહલોને મહત્વની રાહત આપી છે.
Trending Photos
અમદાવાદઃ વાહન ચાલકોને સરકારે મહત્વની રાહત આપી છે. કોરોનાને કારણે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક સહિતના દસ્તાવેજોની વેલિડિટી 31 ઓક્ટોબર 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર કમિશનરે એક અખબારી યાદીમાં આ માહિતી આપી છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા. 01/08/2020 મુદત વીતી ગયેલા ( Expired ) દસ્તાવેજો તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે