Announces Retirement: આ ગુજરાતી ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, એક સમયે ધોની કરતા પણ હતો ખતરનાક ફટકાબાજ
યૂસુફ પઠાણે ભારત માટે 57 વન-ડે મેચમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા. જ્યારે 22 ટી-20 મેચમાં 236 રન ફટકાર્યા. વન-ડેમાં યૂસુફના નામે બે સદી અને 3 અર્ધસદીનો સમાવેશ થાય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી. પઠાણ 2007 ટી-20 વર્લ્ડકપ અને 2011માં વર્લ્ડકપ જીતનારી ટીમનો સભ્ય રહ્યો છે. ભારત માટે 57 વન-ડે અને 22 ટી-20 મેચ રમનારા યૂસુફ પઠાણે ટ્વીટ પર મેસેજ લખીને ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના પરિવાર, મિત્રો, ફેન્સ અને બધા દેશવાસીઓના સપોર્ટ માટે આભાર માન્યો.
I thank my family, friends, fans, teams, coaches and the whole country wholeheartedly for all the support and love. #retirement pic.twitter.com/usOzxer9CE
— Yusuf Pathan (@iamyusufpathan) February 26, 2021
ટ્વીટમાં શું લખ્યું:
હું મારા પરિવાર, મિત્રો, પ્રશંસકો, ટીમ, કોચ અને આખા દેશના સમર્થન માટે સંપૂર્ણ દિલથી આભાર વ્યક્ત કરું છું. મને યાદ છે જે દિવસે મેં પેહલીવાર ભારતની જર્સી પહેરી હતી. મેં જ તે જર્સી પહેરી ન હતી. પરંતુ તે જર્સી મારા પરિવાર, કોચ, દોસ્ત અને આખા દેશે પહેરી હતી. મારું બાળપણ, જિંદગી ક્રિકેટની આજુબાજુ પસાર થયું. અને હું આંતરરાષ્ટ્રીય, ડોમેસ્ટિક અને આઈપીએલ ક્રિકેટમાં રમ્યો. પરંતુ આજે કંઈક અલગ છે.
37 બોલમાં ફટકારી હતી સદી:
આઈપીએલમાં યૂસુફ પઠાણે 2010માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી. તે આઈપીએલ ઈતિહાસની બીજી સૌથી ઝડપી સદી છે. ક્રિસ ગેલના નામે 30 બોલમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ છે. યૂસુફ પઠાણે 2007ના ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યુ હતું. ભારતે પહેલીવાર રમાયેલી આ ટુર્નામેન્ટનું ટાઈટલ પણ પોતાના નામે કર્યુ હતું. તે જ રીતે યુસુફ ફાઈનલમાં ડેબ્યુ અને ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી પણ બન્યો હતો.
Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર કલ...
યૂસુફ પઠાણનો રેકોર્ડ:
ભારત માટે યૂસુફે 57 વન-ડે મેચમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા. જેમાં 2 સદી અને 3 અર્ધસદીનો સમાવેશ થાય છે. જ્યારે 22 ટી-20 મેચમાં 236 રન બનાવ્યા. વન-ડેમાં તેણે 33 અને ટી-20માં 13 વિકેટ ઝડપી.
વિનયકુમારે પણ નિવૃતિની કરી જાહેરાત:
ભારતના ઝડપી બોલર વિનય કુમારે પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી. વિનય કુમારે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી. વિનય કુમારે પોતાની કારકિર્દીમાં 31 વન-ડે અને 9 ટી-20 મેચ ઉપરાંત એક ટેસ્ટ મેચ પણ રમી. તેના નામે વન-ડેમાં 38 વિકેટ, ટી-20માં 10 અને ટેસ્ટમાં 1 વિકેટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે