Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
Gharelu Upay: શિયાળામાં મોટાભાગના લોકો શરદી, ઉધરસ અને ઠંડી લાગવાના કારણે પરેશાન રહે છે. આજે તમને આ સમસ્યાનો ઈલાજ જણાવી દઈએ. સવારના સમયે બસ એક વસ્તુનું સેવન કરી લેશો તો શરદી ઉધરસની સમસ્યાથી છુટકારો મળી જશે.
Trending Photos
Gharelu Upay: શિયાળામાં શરદી અને ઉધરસ ઝડપથી થઈ જાય છે. શરદી, ઉધરસનો એક વાર ચેપ લાગી જાય તો સરળતાથી મટતા પણ નથી. ઘણા લોકોને તો શિયાળાની શરૂઆતથી જ શરદી ઉધરસની સમસ્યા રહેવા લાગે છે. સવારના સમયે નાક બંધ હોય છે અને ગળામાં પણ તકલીફ રહે છે. આવી તકલીફ તમને પણ રહેતી હોય તો સવારે વાસી મોઢે આ વસ્તુ પીવાની શરૂઆત કરી દો. સવારે આ દેશી નુસખો અજમાવી લેશો તો શરદી ઉધરસની સમસ્યા જડમૂળથી દૂર થઈ જશે.
શરદી ઉધરસના ઘરેલુ ઉપાય
તુલસી અને મધની ચા
સવારે જાગીને સૌથી પહેલા તુલસી અને મધની ચા પીવી જોઈએ. તેનાથી શરદી અને ઉધરસથી રાહત મળી જાય છે. આ ચા બનાવવા માટે બસ ત્રણ વસ્તુની જરૂર પડશે. એક ગ્લાસ પાણીને ગરમ પાણીમાં ઉકાળો અને તેમાં તુલસીના પાન ઉમેરો. સાથે જ તેમાં કાળા મરીને વાટીને ઉમેરી પાંચ મિનિટ ઉકાળો. પાણીનો રંગ બદલી જાય પછી તેને ગાળી લો. હવે આ ચામાં નો મધ ઉમેરીને પી લેવું. રોજ સવારે આ ચા પીવાની શરૂઆત કરશો તો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધી જશે.
મીઠાવાળા પાણીથી કોગળા
આ સિવાય સવારે અને સાંજે હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરવાનું રાખો. આ રીતે કોગળા કરશો તો કફ નીકળવા લાગશે અને ગળાને પણ રાહત મળશે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને 20 થી 30 સેકન્ડ માટે મોઢામાં રાખો અને પછી કોગડા કરી તેને કાઢી નાખો.
આદુ, તજ અને હળદરની ચા
આદુ, તજ અને હળદર ત્રણેય વસ્તુઓ ગુણકારી છે. આ વસ્તુઓ શિયાળામાં થતી તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ગ્લાસ પાણીને ધીમા તાપે ઉકાળો અને તેમાં આદુના ટુકડા તજનો પાવડર અને ચપટી હળદર મિક્સ કરો. પાણીને ઉકાળ્યા પછી ગાળીને ગરમ હોય ત્યારે જ પી લેવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે