Himachal Pradesh: દેશના હોટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ પર વધ્યા દુર્લભ બીમારીના કેસ, નવા વર્ષની ઉજવણી માટે નીકળેલા લોકો રહે સાવધાન
Lyme Disease:નિષ્ણાંતોએ 232 સેમ્પલ લીધા હતા જેમાંથી 144 લાઈમ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ તો આ બીમારીના લક્ષણ ખુબ જ સામાન્ય હોય છે પરંતુ કેટલાક કેસમાં તે ગંભીર સાબિત થઈ શકે છે.
Trending Photos
Lyme Disease: નવા વર્ષની રજાઓ પસાર કરવા માટે હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. રજાઓની મજા માણવા પહોંચેલા લોકોના રંગમાં ભંગ અહીં ફેલાઈ રહેલી એક બીમારી પાડી શકે છે. પહેલી વખત હિમાચલ પ્રદેશમાં લાઈમ નામની બીમારીના દર્દી મળી રહ્યા છે. લાઈમ નામની બીમારી ટિક્સ કરડવાથી ફેલાય છે. તેથી જે લોકો ફરવા ફરવાના શોખીન છે અને પ્રકૃતિ પ્રેમી છે એટલે કે જંગલોમાં ફરવા નીકળે છે તેમણે ટિક્સ થી સાવધાન રહેવું જરૂરી છે. ટિક્સ કરડવાથી લાઇમ ડીસીઝ થઈ શકે છે..
અમેરિકા સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલના એક રિપોર્ટ અનુસાર લાઈમ નામની આ બીમારી બેક્ટેરિયા ટિક્સના કરડવાથી ફેલાય છે. લાઈમ એક પ્રકારનું સંક્રમણ છે જે બેક્ટેરિયા બોરેલીયા બર્ગડોરફેરીના કરડવાથી ફેલાય છે. હિમાચલ પ્રદેશમાં આ બીમારી પહેલીવાર જોવા મળી રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર આઈજીએમસી શિમલામાં નિષ્ણાંતોએ 232 સેમ્પલ લીધા હતા જેમાંથી 144 લાઈમ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ તો આ બીમારીના લક્ષણ ખુબ જ સામાન્ય હોય છે પરંતુ કેટલાક કેસમાં તે ગંભીર સાબિત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ રોગ કેવી રીતે થાય છે અને તેના લક્ષણ શું હોય છે.
કેવી રીતે ફેલાય છે સંક્રમણ?
શરીરના કોઈ ભાગ ઉપર જ્યારે ટીક કરડી જાય તો તે ત્વચા પર સૌથી પહેલા નાના નાના દાણા દેખાવા લાગે છે. જો આ સમયે તેની અવગણના કરવામાં આવે તો ટિક્સ કરડ્યાના 1 વર્ષ સુધી શરીરમાં તેની અસર જોવા મળી શકે છે. સંક્રમણ થાય તો વ્યક્તિને હાથ કે પગમાં સોજો આવી જાય છે અને ત્વચા લાલ થવા લાગે છે. ટિક્સ કરડ્યા પછી 3 થી 30 દિવસની અંદર તેના લક્ષણ દેખાવા લાગે છે કેટલાક કેસમાં તેના લક્ષણ મહિનાઓ પછી દેખાય છે.
લાઈમ સંક્રમણ થયું હોય તે વ્યક્તિને તાવ આવે છે, માથું દુખે છે, થાક લાગે છે અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. ઘણી વખત શરીર પર લાલ લાલ મોટા ચકામા પડી જાય છે. આ બીમારીના ગંભીર લક્ષણોની વાત કરીએ તો સ્નાયુઓની નબળાઈ, હાર્ટબીટ અનિયમિત થઈ જવી, હાથ અને પગ સુન્ન પડી જવા, આંખમાં તીવ્ર દુખાવો અને ઘણા કેસમાં અંધાવાની સમસ્યા પણ થઈ શકે છે.
લાઈમ બીમારીની શરૂઆતના લક્ષણ જો અનુભવાય તો તુરંત જ બ્લડ ટેસ્ટ સહિતના ટેસ્ટ કરાવી લેવા જોઈએ. પર્વતીય પ્રદેશ, જંગલ, ઘાસ જેવી જગ્યાઓ પર ટિક્સ વધારે હોય છે. આવી જગ્યાએ જતા લોકોએ ખાસ સાવધાની રાખવી જોઈએ. આ બીમારી બાળકો માટે વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.
લાઈમ રોગના કારણે સાંધા કે હાર્ટની બીમારી થવાની સંભાવના પણ વધી જાય છે. જો આ બીમારીના કોઈપણ લક્ષણ અનુભવાય અથવા તો ટિક્સ કરડે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ અનુસાર એન્ટિબાયોટિક સહિતની દવાઓનું સેવન કરવું આ ઉપરાંત એક્સપર્ટની દેખરેખમાં જ સારવાર પૂરી કરવી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અમેરિકી એક્ટ્રેસ અને મોડલ બેલા હદીદને પણ લાઈમ રોગ થયો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આ બીમારી અંગે જાણકારી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે