તમને ડાયાબિટીસ હોય તો ફિકર નોટ...ગળ્યું ખાવા માટે અપનાવો આ TIPS

આર્ટિફિશિયલ સ્વીટનર્સ (Artificial Sweetner) પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.આની પણ કેટલીક સાઈડ ઈફેક્ટ્સ છે.જેમકે વજન વધવું,બ્રેન ટ્યૂમર (Brain Tumour) ની સમસ્યા,બ્લેડર કેન્સર (Bladder Cancer) વગેરે. સ્વાસ્થ્ય રહેવા ગળ્યું છોડવાની જરૂર નથી.

તમને ડાયાબિટીસ હોય તો ફિકર નોટ...ગળ્યું ખાવા માટે અપનાવો આ TIPS

ઝી બ્યૂરો, અમદાવાદઃ વધારે ખાંડ ખાવાથી માત્ર ડાયાબિટીસ જ નહીં પણ ગણી ગંભીર બિમારીઓ થઈ શકે છે.ખાંડ ખાવાથી થતા રોગોથી બચવા ગળ્યું બંધ કરવા કરતા આ નેચરલ વસ્તુઓ અપનાવો જેનાથી તમે ગળ્યું ખાઈ શકશો. મીઠા (Salt) ની જેમ ખાંડ (Sugar) પણ આપણા પાચનનો અભિન્ન ભાગ છે અને ગળ્યું ના હોય તો આપણું ભોજન અધુરુ માનવામાં આવે છે.સામાન્ય રીતે ઘરમાં વાપરવામાં આવતી રિફાઈન્ડ ખાંડ (Refined Sugar) સ્વાસ્થ્ય માટે સારી ના હોવાનું માનવામાં આવે છે. આ ખાંડનો વધારે ઉપયોગ કરવાથી ડાયાબિટીસ,(Diabetes), હૃદય રોગ (Heart Disease), કેન્સર (Cancer) જેવી ગંભીર બિમારી અને દાંતમાં સડો (Tooth Decay) થાય છે.આ જ કારણ છે કે  આ દિવસોમાં માર્કેટમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સની ભરમાર થઈ ગઈ છે. ખાંડ અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ બન્ને નુકસાન કારક છે.
 
આર્ટિફિશિયલ સ્વીટનર્સ (Artificial Sweetner) પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.આની પણ કેટલીક સાઈડ ઈફેક્ટ્સ છે.જેમકે વજન વધવું,બ્રેન ટ્યૂમર (Brain Tumour) ની સમસ્યા,બ્લેડર કેન્સર (Bladder Cancer) વગેરે. સ્વાસ્થ્ય રહેવા ગળ્યું છોડવાની જરૂર નથી.

આ નેચરલ વિકલ્પોનો કરો ઉપયોગ
1. ગોળ
ગળ્યા માટે ગોળ (Jaggery)નો ઉપયોગ કરો,ગોળ પાચન,અસ્થમા,શર્દી અને ખાંસીથી રાહત માટે પણ લાભકારી માનવામાં આવે છે.ગોળમાં મિનરલ્સ અને વિટામિન્સની સાથે આયર્ન,કેલશ્યમ,ઝિંક હોય છે.ગોળ ખાવાથી હિમોગ્લોબિનમાં વધારો થાય  છે.ગોળ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.એનિમિયાના દર્દી પણ ગોળ ખાઈ શકે છે.ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ,,,

2. મધ
મધ (Honey)ને સુપરફૂડની કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.વિટામિન B6,ઝિંક,આયર્ન,પોટેશિયમ,એટીઓક્સિડેંટ્સ,જેવા કેટલાય ન્યૂટ્રિએટ્સથી ભરપૂર હોય છે મધ.મધ પાંચન તંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી વધારે છે.1 ચમચી મધમાં 64 કેલરી હોય છે જેથી વજન ઘટાડવા માટે મધ ફાયદાકારક હોય છે.ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરવો જોઈએ,,,

3. ખજૂર
મેગ્નેશિયમ,આયર્ન,પોટેશિયમથી ભરેલી ખજૂર (Dates) ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે.ખજૂર કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.તમે ઈચ્છો તો ખાંડની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કરી શકો છો.

4.નાળિયેર ખાંડ
નાળિયેર પાણી,નારિયેળનું દૂધ,નારિયેળનું તેલ આ દરેક વસ્તુઓનો ઉપયોગ તો તેમે કર્યો હશે પણ આ દિવસોમાં એક વસ્તુ બીજી પણ ફેમસ થઈ ગઈ છે અને તે છે નાળિયેર ખાંડ (Coconut Sugar) આના ગ્લાઈસિમિક ઈન્ડેક્સ ઓછુ થાય છે.આ મિનરલ્સથી પણ ભરપૂર હોય છે.નાળિયેરના રસમાંથી નાળિયેર ખાંડ બનાવવામાં આવે છે.નાળિયેર ખાંડ માર્કેટમાં આસાથી મળી જાય છે.

5.સ્ટીવિયા
સ્ટીવિયા (Stevia) એક નેચરલ સ્વીનટર છે અને સ્ટીવિયા ખાંડ સ્ટીવિયા રેર્બાડિયાના નામના છોડના પાંદડામાં મળે છે.1500 વર્ષ પહેલાથી દક્ષિણ અમેરિકાના લોકો સ્ટીવિયાના છોડના પાંદડાને ગળ્યા માટે ઉપયોગ કરવામાં આવે છે.સ્ટીવિયામાં ઝીરો કાર્બોહાઈડ્રેટ,ઝીરો કેલરીઝ હોય છે અને આર્ટિફિશિયલ સ્વીટનરની જેમ સ્ટીવિયાની પણ કોઈ આડ અસર નથી થતી. આ 5 વસ્તુઓ એવી છે કે જે ખાંડની જગ્યાએ વાપરી શકાય છે, આ વસ્તુઓ ગળી છે પણ નુકસાનકારક નથી જ્યારે ખાંડ નુકસાનકારક છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news