હાર્ટ ફેલ થવાનું જોખમ ટાળવું હોય તો આ ટેસ્ટ કરાવી લેવો જરૂરી, બચી જાશે જીવ

Heart Health: હાર્ટ ફેલિયોર જેવી સ્થિતિ ટાળવા માટે વ્યક્તિએ સમયાંતરે જરૂરી ટેસ્ટ કરાવવા જોઈએ. તેમાં પણ જો તમારા પરિવારમાં પહેલાથી જ કોઈ હાર્ટ પેશન્ટ હોય તો તેના માટે થોડા થોડા સમયે આ ટેસ્ટ કરાવવા જરૂરી છે.

હાર્ટ ફેલ થવાનું જોખમ ટાળવું હોય તો આ ટેસ્ટ કરાવી લેવો જરૂરી, બચી જાશે જીવ

Heart Health: ફાસ્ટફૂડના વધુ પડતા સેવન અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. આ ઉપરાંત મોટાભાગના લોકોને કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવાનું હોય છે જેના કારણે પણ સ્થૂળતાની સમસ્યા થઈ જાય છે. આ આદતોના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા સહિતની સમસ્યાઓ થાય છે. નસોમાં અવરોધ થવાના કારણે રક્ત પરિભ્રમણ પણ બાધિત થાય છે. જેના કારણે હૃદય પર તણાવ વધે છે અને હાર્ટ ફેલ થવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિથી બચવું હોય તો દરેક વ્યક્તિએ કેટલાક ટેસ્ટ કરાવી લેવા જોઈએ. 

હાર્ટ ફેલિયોર જેવી સ્થિતિ ટાળવા માટે વ્યક્તિએ સમયાંતરે જરૂરી ટેસ્ટ કરાવવા જોઈએ. તેમાં પણ જો તમારા પરિવારમાં પહેલાથી જ કોઈ હાર્ટ પેશન્ટ હોય તો તેના માટે થોડા થોડા સમયે આ ટેસ્ટ કરાવવા જરૂરી છે.

આ પણ વાંચો:

ઇસીજી

હૃદયની તપાસ માટે ઈસીજી ખૂબ જ જરૂરી છે. ઈસીજી કરવા માટે મશીનની નળીઓ છાતી, પગ અને હાથ પર મુકવામાં આવે છે. જેના વડે હૃદયના ધબકારાના રેકોર્ડ ચેક કરવામાં આવે છે.

છાતીનો એક્સ-રે

આ ટેસ્ટ દ્વારા દર્દીના ફેફસા અને છાતીને અંદરથી સ્કેન કરવામાં આવે છે. જેમાં હ્રદય અને ફેફસાને લગતી બીમારીઓ વિશે જાણી શકાય છે.

લોહીની તપાસ

હ્રદયમાં લોહી યોગ્ય રીતે પહોંચી રહ્યું છે કે નહીં તેના માટે બ્લડ ટેસ્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે. આ સિવાય અન્ય કોઈ બીમારી નથી ને તે જાણવા માટે પણ માટે લોહીની તપાસ જરૂરી છે. 

ઇકો-કાર્ડિયોગ્રામ

ઇકોકાર્ડિયોગ્રામમાં હાર્ટની સ્થિતિ અને હૃદયના ધબકારા તપાસવામાં આવે છે. તેમાં તપાસવામાં આવે છે કે હૃદયમાં બ્લડ કેવી રીતે પંપ થાય છે. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news