એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે ત્યાં સંભાળશે અધ્યક્ષની ખુરશી
Vijender Gupta: વિજેન્દ્ર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે. સ્પીકર બનતાની સાથે જ તેમની એક દાયકા જૂની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે જેમાં માર્શલ તેમને ખભા પર વિધાનસભામાંથી લઈ જતા જોવા મળે છે.
Trending Photos
Vijender Gupta: કહેવાય છે કે રાજનીતિમાં ક્યારે શું થઈ જાય કોઈને ખબર નથી. દિલ્હીની રાજનીતિમાં પણ આ જોવા મળ્યું છે. ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલથઈ રહ્યાં છે. તેમાં ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાને માર્શલ ઉઠાવતા જોવા મળી રહ્યાં છે. હવે વિજેન્દ્ર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના સ્પીકર બનાવતા આ તસવીર ફરી ચર્ચામાં આવી છે. લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ તસવીર જોઈને કહી શકાય કે રાજનીતિમાં ક્યારે શું થઈ જાય તેનો વિશ્વાસ નથી.
ચર્ચાઓમાં આવી તસવીર
આજથી દસ વર્ષ પહેલા દિલ્હી વિધાનસભામાં અરાજકતા જોવા મળી હતી. આ દરમિયાન માર્શલ વિજેન્દ્ર ગુપ્તાને પકડી બહાર લઈ ગયા હતા. તેનો ભાજપ નેતાએ વિરોધ કર્યો હતો. આ સંઘર્ષ દરમિયાન તેમના કપડા પણ ફાટી ગયા હતા. વિધાનસભાની અંદર બનેલી આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં માર્શલો ગુપ્તાને ઉઠાવી બહાર કરી રહ્યાં હતા.
વિધાનસભામાંથી બહાર કાઢવા છતાં વિજેન્દ્ર ગુપ્તાએ પોતાનો સંઘર્ષ જાળવી રાખ્યો હતો. 10 વર્ષમાં સમય અને સ્થિતિ બદલાઈ ગઈ. સતત સંઘર્ષનું પરિણામ મળ્યું અને જે ગૃહમાંથી તેમને બહાર કરવામાં આવ્યા તે ગૃહમાં હતે તે એવી ખુરશી સંભાળશે જે ખુરશી પર બેઠેલા નેતાઓ તેમને બહાર કરવાનો આદેશ આપ્યો હતો. તેમને ભાજપે દિલ્હી વિધાનસભાના સ્પીકર બનાવ્યા છે.
2015માં શું થયું હતું?
2015માં ત્રણ ભાજપ ધારાસભ્યો- વિજેન્દ્ર ગુપ્તા, ઓપી શર્મા અને જગદીશ પ્રધાન ચોથા દિલ્હી નાણા પંચની ભલામણો લાગૂ કરવાની માંગ કરતા વેલમાં આવી ગયા અને નારા લગાવી રહ્યાં હતા. આ દરમિયાન તેમને ગૃહમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. તેમના વિરોધને કારણે ગૃહમાં વિક્ષેપ થયો, જેનાથી સ્પીકર રામ નિવાસ ગોયલે તેમને બહાર કાઢવાનો આદેશ આપ્યો જેથી બજેટની કાર્યવાહી ફરી શરૂ થઈ શકે. પરંતુ હવે સ્થિતિ અલગ છે. વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાની અધ્યક્ષતા કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે