Indian Railways: 12 રાજ્યો, 75 સ્ટોપ અને 83 કલાકની સફર, આ છે ભારતની લાંબા અંતરની ટ્રેનો

Indian Railway: આમ તો ભારતમાં ઘણી લાંબા અંતરની ટ્રેન જોવા મળે છે, પરંતુ તેમાં આ પાંચ એવી ટ્રેન છે જે સૌથી લાંબુ અંતર કાપે છે. 
 

Indian Railways: 12 રાજ્યો, 75 સ્ટોપ અને 83 કલાકની સફર, આ છે ભારતની લાંબા અંતરની ટ્રેનો

નવી દિલ્હીઃ ભારતમાં રેલવે મુસાફરી માટેનું સૌથી મોટુ પ્લેટફોર્મ છે. દિવસમાં કરોડો ભારતીયોને પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચાડનાર ભારતીય રેલ 24 કલાક દોડતી રહે છે. ભારત મોટો દેશ છે એટલે એક ખુણાથી બીજા ખુણામાં પહોંચવા માટે લાંબો સમય લાગે છે. ભારતીય રેલવે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ચારે તરફ ટ્રેન ચલાવે છે. દેશમાં ઘણી એવી ટ્રેન છે જે 12-12 રાજ્યોમાંથી પસાર થાય છે. 

આમ તો લાંબા અંતરની ઘણી ટ્રેન છે પરંતુ તેમાંથી પાંચ એવી ટ્રેન છે જે લાંબુ અંતર કાપે છે, આવો આ ટ્રેન વિશે જાણીએ. 

1. ડિબ્રૂગઢ કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ
ભારતીય રેલવે પ્રમાણે આ ટ્રેન ભારતમાં સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેનમાં નંબર એક પર છે. આ ટ્રેન ડિબ્રૂગઢથી કન્યાકુમારી વચ્ચે 4247 કિલોમીટરની સફર 82.50 કલાકમાંપૂરી કરે છે. આ દરમિયાન ટ્રેન 57 સ્ટેશનો પર સ્ટોપ કરે છે. 

2. કટરા-કન્યાકુમારી હિમસાગર એક્સપ્રેસ
આ ટ્રેન ભારતની બીજી સૌથી લાંબા અંતરની ટ્રેન છે જે 3714 કિમીનું અંતર કાપે છે. ઉત્તરમાં તે જમ્મુ-તવીથી દક્ષિણમાં કન્યાકુમારી સીધુ ચાલે છે. આ ટ્રેન 9 રાજ્યોમાંથી પસાર થાય છે. આ ટ્રેન આશરે 75 સ્ટેશનો પર સ્ટોપ કરે છે. 

3. કટરા-મૈંગલોર નવયુગ એક્સપ્રેસ
આ ભારતની ત્રીજી સૌથી લાંબા અંતરની ટ્રેન છે, જે જમ્મુ-કાશ્મીરના કટરાથી ચાલીને મૈંગલોર પહોંચે છે. આ દરમિયાન ટ્રેન 72 કલાક 50 મિનિટમાં 3674 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેન 12 રાજ્યોના 67 સ્ટેશનો પર સ્ટોપ કરે છે. આ ટ્રેનમાં બેસીને લગભગ અડધા ભારતની સભ્યતા અને સંસ્કૃતિને જોઈ શકાય છે. 

4. ન્યૂ તિનસુકિયા-બેંગલુરૂ સિટી એક્સપ્રેસ
આ ટ્રેન અસમના ન્યૂ તિનસુકિયાથી ચાલી 65 કલાક 55 મિનિટમાં 3615 કિમીનું અંતર કાપી બેંગલોર પહોંચે છે. આ દરમિયાન ટ્રેન 39 સ્ટેશનો પર સ્ટોપકરે છે. 

5. ગુવાહાટી-તિરૂઅનંતપુરમ એક્સપ્રેસ
આ ટ્રેન અસમના ગુવાહાટીથી કેરલના ત્રિવેન્દ્રમ સુધીની યાત્રા કરે છે. આ દરમિયાન ટ્રેન 3552 કિમીનું અંતર 64 કલાક 15 મિનિટમાં કાપે છે. આ દરમિયાન ટ્રેન 50 સ્ટેશનો પર સ્ટોપ કરે છે. સપ્તાહમાં એક દિવસ ચાલતી આ ટ્રેન પોતાના ગંતવ્ય સ્થળ પર ત્રણ દિવસમાં પહોંચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news